For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની ચિંતા હોય તો કેન્દ્ર સરદાર ડેમની ઊંચાઇ વધારવા મંજૂરી આપે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 6 એપ્રિલ : આજે અમદાવાદમાં ભાજપના 33મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યકર્તા મહાસંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ચાબખા માર્યા હતા. તેમણે ચૂંટણીમાં જનતાએ આપેલા જવાબની સાથે કોંગ્રેસ દ્વારા ફેલાવાતા જુઢ્ઢાણાઓને ખોટા ઠેરવ્યા હતા. તેમણે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા ગુજરાતની પ્રજાની ચિંતાના ડોળ સામે ખરેખર સહાનુભૂતિ હોય તો સરદાર સરોવર ડેમની ઊંચાઇને મંજૂરી આપવા કેન્દ્ર પર દબાણ કરાવ જણાવ્યું હતું. સંમેલનમાં તેણે અટલજીને યાદ કર્યા હતા અને કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણી 2014માં કમળ ખીલવવા માટે અપીલ કરી હતી.

આજે ભારતીય જનતા પાર્ટીના 33મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં પાર્ટીના કર્યકર્તાઓનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્ૃતિ ઇરાની, ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરસોત્તમ રૂપાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આર સી ફળદુની પુન:વરણી થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજનાથ સિંહનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગને અનુરૂપ આર સી ફળદુએ પક્ષની કામગીરીની રૂપરેખા આપી હતી અને આટલા વર્ષોની વિકાસયાત્રામાં ભાજપે કેવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે તે અંગે કાર્યકરોને જણાવી પ્રોત્સાહિત કર્યા હતા.

મહાસંમેલનમાં ગુજરાતના જોન મુજબના પ્રધાનોએ પણ રાજનાથ સિંહને સ્મૃતિ ચિહ્ન અને ફૂલના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ મહાનુભાવોનું સન્માન પાઘડી પહેરાવીને પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન

ભાજપનો જન્મ એવા સમયે થયો જ્યારે દેશમાં રાજકારણીઓની સ્થિતિ ખૂબ ખરાબ હતી. ભાજપનો જન્મ જનકલ્યાણ માટે છે. ભાજપ માટે આ દેશ અમારી માતા છે ભારત અમારી માતા છે. તેના 100 કરોડ દેશવાદી અમારા માટે ભાઇ બહેન છે.

અટલજી કહેતા હતા કે અહીંના કંકર અમારા માટે શંકર છે. અહીની ગંગામાં સાંભળશો તો તેમાં ભારત માતાની જયનો નાદ સંભળાશે.આપના અજ્ઞાનને કારણે મારા દેશની સંસ્કૃતિને બરબાદ ના કરો.

હું ક્યારેય કોઇ નેતાઓના ભાષણ પર સમય બરબાદ નથી કરતો. પણ જ્યારે અમારા પર પ્રહાર કરવામાં આવે છે ત્યારે પીડા થાય એ સ્વાભાવિક છે. મને આશ્ચર્ય છે કે દેશમાં પાણીની તંગી છે તેના અંગે દેશના નેતાઓને ખ્યાલ નથી. દયા આવે છે. અમારા ગુજરાતના નેતાઓને દુખ થાય છે. હું કોંગ્રેસના મિત્રોને આહાવન કરું છું કે ગુજરાતના ખેડૂતો, ગ્રામજનોને માટે પાણીની ચિંતા હોય તો તમે સમય બર્બાદ કર્યા વિના દિલ્હીની સરકાર પર દબાણ લાવી સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધારવાનું કામ અટક્યું છે તેને પુરું કરાવે. આ મુદ્દે કોંગ્રેસે જવાબ આપવો પડશે.

કોંગ્રેસ પાર્ટી પાસે સુધરવાની આશા રાખવી ના જોઇએ. તેમણે જે જુઠ્ઠાણા ફેલાવ્યા છે. જે ભાષા છેલ્લા 5 વર્ષમાં કર્યો છે. જે ગંદી ગાળોનો ઉપયોગ કર્યો હતો તેમને એક એક કરીને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. આજે તો સરકાર બને 101 દિવસ થયા છે પણ હવે તેઓ 100 દિવસ પણ રાહ જોવા તૈયાર નથી.

હું ગુજરાતની જનતા તરફથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને કહેવા માંગુ છું કે મારા જેવા નાના કાર્યકર્તાને તમે ઊંચા પદ પર બેસાડ્ઓ છે. રાજકારણમાં આ નાની વાત નથી. આ માટે મોટું દિલ જોઇએ. આપે જે માન આપ્યું અને ઇજ્જત કરી છે. આ માટે મારા ભાઇ બહેનો જ જવાબદાર છે. મારા કાર્યકર્તા ભાઇ બહેનોની તપસ્યાને કારણે મને આ સિદ્ધિ મળી છે. હું તેમનો આભાર માનું છું.

હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું અને આજે ફરી કહેવા માંગુ છું કે હું બદઇરાદાથી કામ નહીં કરું. હું ઇન્ડિયા ફર્સ્ટ કહું છું ત્યારે ભાજપ તેનાથી ચલિત નહીં થાય. અમારા માટે દળ કરતા દેશ મોટો છે. અમે ભારત માતાની સેવા કરીશું. અમારો તો મંત્ર છે બારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અમે આ મંત્રથી નિરાસાની ગર્તામાં ધકાયેલા લોકોને આગળ લાવવા માટે આમ કરતા રહેવાનું છે. ભાજપ આજે આશાનું કિરણ છે.

રાજકીય પંડિતો જાણે છે કે રાજકીય પાર્ટીના જન્મ બાદ તેમને 80 વર્ષ સુધી સત્તા મળી નથી. પણ આ દેશની જનતાએ અમને અટલજીના નેતૃત્વમાં સત્તા મેળવી આપી હતી. ભાજપને જનમથી જવાની મળતા જ દેશની જનતાએ અમી વર્ષા કરી હતી. અમેરિકાની લેબર પાર્ટીનું નસીબ આવું ન હતું. ભારત માતાનું ભાગ્ય બદલવું ભાજપના કાર્યકર્તાઓનું લક્ષ્ય છે. વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના શબ્દોની પ્રેરણા જ પૂરતી છે.

આજે ભાજપ જ્યાં પહોંચ્યું છે તેના માટે પેઢીઓની પેઢીઓ ખૂંપી ગઇ છે. એવા અનેક કાર્યકર્તા કુટુંબો છે જેઓ 21 દિવસ સુધી જેલમાં રહ્યા છે. જે કાર્યકર્તાઓએ પોતાની જવાની પાર્ટીના વિકાસ માટે બલિદાન કરી છે તેમને વંદન કરું છું. આ માટે આજે રૂપાલાજી સંકલ્પ કરાવશે. આ માટે મીણબત્તી સળગાવીશું. આ પ્રકાશ તરફ જવાનો અને ઘરે ઘરે કમળ ખીલવવાનો સંદેશ છે.

હું વિરોધીઓને કહેવા માંગું છું કે ભાજપ પર જેટલો કીચડ ઉછાળશો, કમળ એટલું જ વધારે ખીલશે. મારી સાથે સૌ બોલો ભારત માતાની જય.

English summary
Center should give hight clearance of Sardar Dam : Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X