અંધજન મંડળમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી બ્રેઇલ પ્રેસનું ઉદ્ઘાટન કરશે
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી આદરણીય શ્રી થાવરચંદ ગેહલોત 30.12.2016 ના રોજ અમદાવાદ (ગુજરાત)ના વસ્ત્રાપુરમાં રાષ્ટ્રીય અંધજન મંડળના કેમ્પસમાં નવા સ્થાપિત કરાયેલા કમ્પ્યુટરાઇઝ બ્રેઇલ પ્રેસનું ઉદ્ઘાટન કરશે.
બ્રેઇલ પ્રેસ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ (દિવ્યાંગજન)ના સશક્તિકરણના વિભાગની મદદથી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સંબંધમાં વિભાગે "બ્રેઇલ પ્રેસની સ્થાપના, આધુનિકરણ, ક્ષમતા સંવર્ધન માટે ટેકો આપવા કેન્દ્રીય ક્ષેત્રની યોજના" હેઠળ રૂ. 37,61,000/-ની સહાય મંજૂરી કરી છે. એનએબી પ્રિન્ટ બ્રેઇલ પુસ્તકો પ્રિન્ટ કરશે અને અંધજન બાળકોમાં વિતરિત કરશે. કાર્યક્રમ દરમિયાન એનએબી દ્રષ્ટિદોષના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓને 6 એવોર્ડ પણ એનાયત કરશે.
ઉદ્ઘાટન સમારંભનું આયોજન 30.12.2016ના રોજ બપોરે 4.00 વાગે અમદાવાદમાં રાષ્ટ્રીય અંધજન મંડળ કરશે. રાષ્ટ્રીય અંધજન મંડળ એ અંધજન મંડળ, અમદાવાદનું યુનિટ છે. આ વિભાગ વિકલાંગતા ધરાવતા તમામ પ્રકારના લોકોને સમાન તકો પ્રદાન કરવામાં માને છે અને ઉપયોગી રોજગાર વ્યક્તિના જીવનમાં આવશ્યક ભાગ હોવાનું સમજે છે, કારણ કે તે વ્યક્તિને દરજ્જો આપે છે અને સમાજ સાથે જોડે છે.