• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને મળ્યો નવો રૂટઃ જાણો કયો છે એ રૂટ

|

ગાંધીનગર, 6 નવેમ્બરઃ અમદાવાદ મેટ્રો રેલવે માટે કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરમાં બોટાદ-સાબરમતી મીટરગેજ લાઇનની બાજુની ખાલી જગ્યા મેટ્રોના એલાઇન્મેન્ટ માટે ફાળવી આપવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીઓ આરોગ્ય‍મંત્રી નિતીન પટેલ તથા નાણામંત્રી સૌરભ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર પાસે અમદાવાદમાં સાબરમતી-બોટાદ મીટરગેજ લાઇનની બાજુની બિનઉપયોગી જમીન ફાળવવા અંગે તત્કામલિન યુ.પી.એ.ની કેન્દ્ર સરકાર સમક્ષ આ પ્રોજેકટના આર્ષદ્રષ્ટા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વારંવાર રજૂઆતો કરી હતી. તત્કાલિન શહેરી વિકાસમંત્રી નિતીન પટેલ અને મુખ્ય સચિવ તરફથી પણ આ અંગે કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યીવહાર હાથ ધરી ગુજરાતની આ માંગણી ગ્રાહ્ય રાખવાનો અનુરોધ કરવામાં આવતો રહ્યો હતો.

ahmedabad-metro-rail-porject-01
કેન્દ્રમાં સત્તા સંભાળતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર સાથેના આ લાંબા સમયના પડતર પ્રશ્નની તથા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની અગત્યતા ધ્યાને લેતાં આ સમગ્ર વિષયના અગ્રતાએ નિરાકરણ માટે રેલવેતંત્રને પ્રેરિત કર્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ મહત્વપૂર્ણ પરવાનગી માટે વડાપ્રધાન અને કેન્દ્રની ભાજપ સરકારનો ગુજરાતના પ્રજાજનોવતી આભાર વ્યક્ત કર્યો છે. અગાઉ ગત તા.૧૮ ઓક્ટોબરે કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઇઝ-1 માં 36 કિ.મી. રૂટને રૂ. 10773 કરોડની મંજૂરી આપ્યા બાદ હવે રેલવેહસ્તકની આ જમીન એલાઇનમેન્ટ માટે ફાળવાતાં મેટ્રો રેલ પ્રોજેક્ટની ગતિને નવી દિશા મળશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

પ્રવકતા મંત્રીઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ તેમની દિલ્હી મુલાકાત દરમ્યાન આ વિષયે કેન્દ્રીય રેલમંત્રીશ્રી અને રેલવેબોર્ડના અધ્યીક્ષ સાથે ચર્ચા-વિચારણા ગત ઓગષ્ટ માસમાં કરી હતી. આ ચર્ચા-વિચારણાની સફળ ફલશ્રુતિએ કેન્દ્રી સરકારના રેલવે મંત્રાલયે બોટાદ-સાબરમતી મીટરગેજ લાઇનના પૂર્વી કિનારા પર વેજલપૂરથી નવા વાડજ સુધી મેટ્રો રેલના એલિવેટેડ કોરિડોરના બાંધકામ માટે અને રેલવેની જમીન પર જ સાત સ્ટેશનનું નિર્માણ કરવા માટેની પરવાનગી આપી છે.

મંત્રી નિતીન પટેલ તથા સૌરભ પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા રેલવેબોર્ડના અધ્યક્ષ હેમંતકુમાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકને પગલે મેટ્રો રેલ પ્રોજેક્ટના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા પશ્ચિમ રેલવેના ઉચ્ચ ટેક્નીકલ અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં મેટ્રો રેલ માટે આ જગ્યા ફાળવવાની દિશામાં સંમતિ મળ્યા બાદ જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મુખ્યીમંત્રીની રેલવે મંત્રાલય-રેલ બોર્ડ અધ્યાક્ષ સાથેની સફળ બેઠકની ફલશ્રુતિ

  • પશ્ચિમ અમદાવાદના નાગરિકોને પણ મળશે મેટ્રો રેલની સુવિધા
  • રેલવેની જમીન ઉપર એલાઇનમેન્ટપ લઇ જવાતાં ૭ સ્ટેશન્સ નિર્માણ પામશે
  • પૂર્વ-પશ્ચિમ અમદાવાદના સૌ નાગરિકો મેટ્રો સ્ટેશન ઉપર સરળતાથી આવી શકે તેવી સ્ટેશન ડિઝાઇન
  • વેજલપુર-જીવરાજ પાર્કથી વાડજ સુધીની રેલ્વેણ લાઇનના પૂર્વી કિનારા ઉપર પાલડી તરફ મેટ્રોના એલિવેટેડ કોરિડોરનું બાંધકામ તેમજ જ્યાં જરૂર હોય ત્યાં રેલવેની હદની અંદર પિલર નાખવા પશ્ચિમ રેલ્વેએ સૈદ્ધાંતિક સંમતિ આપી છે.
  • આ ઉપરાંત જીવરાજ પાર્કથી વાડજ સુધીના મેટ્રો એલાઇન્મેન્ટમાં 7 સ્ટેશન્સ આવે છે. આ સ્ટેશનો રેલવેની જમીન પર બાંધી શકાશે પરંતુ સેન્ટરમાં કોઇ પિલર ન આવે તેવી રીતે ડિઝાઇન તૈયાર કરવામાં આવે તો પશ્ચિમ રેલવે મંજુરી માટે વિચારણા કરશે.
  • વચ્ચે જ્યાં જ્યાં રેલવેની જમીનમાં દબાણ હશે ત્યાં રાજ્ય સરકારની મદદથી રેલવે અધિકારીઓ દબાણ ખસેડી આ જમીન મેટ્રોના ઉપયોગમાં લેવાય તેવા પ્રયાસો કરશે.
  • કેન્દ્રઆ સરકારે મેટ્રો રેલ પ્રોજેકટના ફેઇઝ-1 નાં 36 કિ.મી. રૂટને રૂ. 10773 કરોડની મંજૂરી આપ્યાદ બાદ જમીન ફાળવણીનો આ નિર્ણય મેટ્રો રેલની ગતિને વેગ આપશે-મુખ્યીમંત્રીએ વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો

પ્રવકતા મંત્રીઓએ કહ્યું કે, આ નિર્ણયોને પગલે રેલવેની આ મંજુરી બાદ મેગાની ટેક્નીકલ ટીમે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો અભિપ્રાય લઇ એ.પી.એમ.સી.થી વેજલપુર અને વેજલપુરથી શ્રેયસ ક્રોસિંગ, પરિમલ અંડરપાસ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી જુની હાઇ કોર્ટની બાજુમાં થઇ નવા વાડજ સુધી રેલવે લાઇનના પૂર્વી ભાગ તરફ એલિવેટેડ કોરિડોર બાંધવા તેમજ 7 સ્ટેશનના બાંધકામ માટે ડિઝાઇન તૈયાર કરી. આ ફેરફારને મંજુરી આપવા મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળની હાઇ-પાવર કમિટી સમક્ષ તા. 08/10/2014ના રોજ દરખાસ્ત મૂકી હતી.

મેટ્રો રેલનો નવો રૂટ

માર્ગ મકાન મંત્રી અને નાણાંમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગત તા.18 ઓકટોબરે મળેલી કેન્દ્રિય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઇઝ-1 ને રૂ. 10773 કરોડના ખર્ચે નોર્થ-સાઉથ કોરિડોર APMC થી મોટેરા અને ઇસ્ટે-વેસ્ટ્ કોરીડોરમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી કુલ 36 કિ.મી.ના રૂટ બાંધકામને અનુમતિ આપીને આ પ્રોજેક્ટને નવી ગતિ આપી છે. હવે, સાબરમતી-બોટાદ મીટર ગેજ રેલવે લાઇનની બાજુમાં પડેલી રેલવે હસ્તકની ખાલી જગ્યાનો ઉપયોગ મેટ્રોના એલાઇનમેન્ટ માટે ફાળવાતાં નવા એલાઇનમેન્ટમાં એ.પી.એમ.સી.થી રેલ્વે લાઇનની ઉપર શ્યાપમાપ્રસાદ મુખર્જી બ્રીજ પાસે, જીવરાજ પાર્ક સુધીના વિસ્તારને મેટ્રોનો લાભ મળી રહેશે.

જીવરાજ પાર્ક પાસે મેટ્રો સ્ટેશન આવવાથી પશ્ચિમ અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા, ભુદરપુરા, માણેકબાગ હોલ અને અન્ય વિસ્તારને તેમજ સેટેલાઇટના અમુક વિસ્તારોને પણ મેટ્રોનો લાભ મળી શકશે. એટલું જ નહીં, આંબાવાડી, નવરંગપુરા, વાડજ, નવા વાડજ જેવા તમામ વિસ્તારોના રહેવાસીઓ પણ મેટ્રોને લાભ મેળવી શકશે. રેલવેની જમીન પર એલાઇન્મેન્ટ લઇ જવાથી નિર્માણ પામનારા 7 સ્ટેશનમાંથી 5 સ્ટેશન માટે રેલવેની જમીન પ્રાપ્ય બનશે. બાકીની ખાલી જમીનનો ઉપયોગ પાર્કિંગ તરીકે પણ સરળતાથી થઇ શકે તેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે રેલવે લાઇનથી પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં રહેતા લોકો મેટ્રો સ્ટેશન પર સરળતાથી આવી શકે. એટલું જ નહીં. મેટ્રો એલાઇન્મેન્ટની લંબાઇમાં બે કિ.મી.નો વધારો થયો છે તેમજ એક સ્ટેશનનો પણ વધારો થશે. નવા વિસ્તારો રૂટમાં ઉમેરાવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને વધુ નાગરિકો મેટ્રોનો લાભ લઇ શકશે. પરિણામે અમદાવાદ શહેરના નાગરિકો તથા શહેર આસપાસના વિસ્તારોને યાતાયાત સુવિધામાં સરળતા રહેશે અને માર્ગો પરનું વાહન વ્યવહારનું ભારણ પણ હળવું થશે.

English summary
Centre grants permission to use unused railway land for Metro project
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more