આર જે કૃણાલનો ખુલાસો, કહ્યું ઝધડા કોની વચ્ચે નથી થતા!

મીર્ચી મુર્ગા નામના શોના જાણીતા આરજે કૃણાલની સામે તેની મૃત પત્નીના પરિવારજનોએ બ્લેકમેલથી લઇને દહેજ જેવા સગીન આરોપ લગાવ્યા છે. જો કે સામે પક્ષે કૃણાલે તેની પત્નીની આત્મહત્યા બાદ મુંડન કરાવી પહેલી વાર મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો હતો.

તો બીજી તરફ ભૂમિના દાદા રણછોડભાઇ પંચાલે પણ કૃણાલ અને ભૂમિની આત્મહત્યા અંગે પ્રકાશ પાડતા કહ્યું હતું કે બેંગકોકમાં કૃણાલે ભૂમિને મારી હતી. અને બેંગકોકથી પાછા આવીને ભૂમિની માતાએ આ નિશાન પણ જોયા હતા. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે લગ્ન પહેલા કૃણાલ અને તેના પરિવાર એટલી સારી રીતે અમારી જોડે વર્તતા હતા કે તે લોકો આવું કરશે તે તો માનવામાં જ નથી આવતું.

ત્યારે ભૂમિ દેસાઇની આત્મહત્યાના પાંચમા દિવસે બન્ને પક્ષો તરફથી કેવા કેવા નિવેદનો બહાર આવ્યા છે. કેવા કેવા ધટસ્ફોટ થયા છે તે વિષે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

કૃણાલે કરાવ્યું મુંડન કહ્યું પ્રેમ કરતો હતો ભૂમિથી

કૃણાલે કરાવ્યું મુંડન કહ્યું પ્રેમ કરતો હતો ભૂમિથી

કૃણાલે તેની પત્ની ભૂમિની આત્મહત્યા બાદ મુંડન કરાવ્યું. અને ત્યાર બાદ તેણે પહેલી વાર આ ધટના બાદ મીડિયાને આ અંગે પોતાનો પક્ષ રાખતા કેટલીક વાતો કરી. જેમાં તેણે કહ્યું હતું કે તે ભૂમિને પ્રેમ કરતો હતો.

ઝધડા કોની વચ્ચે નથી થતા- કૃણાલ

ઝધડા કોની વચ્ચે નથી થતા- કૃણાલ

તો બીજી તરફ કૃણાલ કહ્યું કે હા મારી અને ભૂમિ વચ્ચે ઝગડા થતા હતા. બેંગકોકમાં પણ અમારી વચ્ચે ઝધડા થયા. તે ત્યારે આખી રાત રોઇ હતી. પણ ઝધડા કયા પતિ પત્નીની વચ્ચે નથી થતા. અમારી વચ્ચે પણ તેવા જ ઝધડા થયા છે. અને મને હજું સુધી નથી સમજાતું કે ભૂમિએ આવું કેમ કર્યું.

મને સ્મશાનમાં પણ ના ધૂસવા દીધો- કૃણાલ

મને સ્મશાનમાં પણ ના ધૂસવા દીધો- કૃણાલ

વધુમાં કૃણાલે ભૂમિના પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે ભૂમિની અંતિમવિધિ વખતે હું સ્મશાન ધાટ પહોંચ્યો હતો. પણ ભૂમિના પરિવારજનોએ મને સ્મશાન યાત્રામાં કે અંતિમદાહ વખતે પણ અંદર આવવાની ના પાડી. હું સ્મશાનની બહાર જ ઊભો રહ્યો.

ભૂમિના દાદા કહ્યું કૃણાલ ભૂમિને સમય નહતો આપતો

ભૂમિના દાદા કહ્યું કૃણાલ ભૂમિને સમય નહતો આપતો

તો સામે પક્ષે ભૂસી દેસાઇના દાદા રણછોડભાઇ પંચાલે પણ આ આત્મહત્યા અંગે કેટલાક ચોંકવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે લગ્ન પહેલા જ્યારે અમે કહ્યું કે અમારી દિકરી લગ્ન બાદ પણ નોકરી કરવા ઇચ્છે છે ત્યારે તે લોકોએ આ વાત ખુશી ખુશી સ્વીકારી હતી અને કહ્યું હતું કે અમારે તો નોકરી કરે તેવી જ છોકરી જોઇએ છે. પણ લગ્ન બાદ તેમનું વર્તન સમુળકું બદલાયું હતું.

કૃણાલ અને તેના પરિવારે આવું કરશે મનાતું જ નથી

કૃણાલ અને તેના પરિવારે આવું કરશે મનાતું જ નથી

વધુમાં ભૂમિના દાદા કહ્યું કે લગ્ન પહેલા તેમનું વર્તન અમારા પરિવાર જોડે તેટલું સરસ હતું પણ બેંગકોક બાદ જ્યારે ભૂમિના હાથ પર તેની માતાએ લાગ્યા મારના નિશાન જોયા ત્યારે કૃણાલ ભૂમિને મારશે અને આવો ત્રાસ આપશે તેવું અમે વિચાર્યું પણ નહતું.

ભૂમિને બદનામ કરવામાં આવી રહી છે.

ભૂમિને બદનામ કરવામાં આવી રહી છે.

ભૂમિ સિગરેટ પીવે તેવી છોકરી નહતી તેવું ભૂમિના દાદા જણાવતા કહ્યું કે ભૂમિ વિષે આસપાસ રહેતા કોઇ પણ વ્યક્તિને પૂછી લો. તેની છબીને કૃણાલના પરિવારજનો બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કૃણાલને બંટી જોડે હતો પ્રેમ

કૃણાલને બંટી જોડે હતો પ્રેમ

આ તમામ ખબરોમાં તેવા પણ સમાચાર આવી રહ્યા છે કે 2013માં કૃણાલ પર એક અન્ય ફરિયાદ પણ પોલિસ ચોપડે નોંધવામાં આવી હતી. જેમાં કૃણાલ જોડે બંટી નામની યુવતી જોડે પ્રેમ અને લીવ ઇન રિલેશનશીપ હતા. અને મારપીટ થઇ હતી તેવી વાત પણ બહાર આવી છે. અને ભૂમિ જોડે લગ્ન થયાની પહેલા બંટી અને કૃણાલ લીવ ઇન રિલેશનશીપમાં રહી ચૂક્યા છે. તેવી વાતો પણ હાલ બહાર આવી છે.

RJ કૃણાલ થયો ફરાર!

RJ કૃણાલ થયો ફરાર!

કૃણાલ પર જ્યાં એક બાજુ સોમવારે પોલિસ ફરિયાદ નોંધાઇ છે તે બાદ પોલિસ જ્યારે કૃણાલના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે તાળું જોવા મળ્યું હતું. અને તે અને તેનો પરિવાર ક્યાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ પોલિસે તેમની ભાળ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X