For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે શુભારંભ

અમદાવાદમાં રિવરફ્રંટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો.

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં રિવરફ્રંટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ પી કોહલી, કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગણપત વસાવા, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, નરહરી અમીન અને અમદાવાદના મેયર ગૌતમ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

kite festival

મુખ્યમંત્રી વિજય રુપાણીએ પતંગ ચગાવી લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો. પતંગ ઉત્સવ દરમિયાન વિજય રુપાણીએ જણાવ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળથી શરુ કરવામાં આવ્યો હતો જેના કારણે મકરસંક્રાતિ લાઇવ બની છે.

kite festival

આ સાથે ગુજરાત સરકારે 'કરુણા અભિયાન' પણ શરુ કર્યુ છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે મકરસંક્રાતિ તલ અને ગોળનો ઉત્સવ છે જેમ તલ અને ગોળ એકબીજામાં ભળી જાય છે તેમ આપણે પણ એકબીજામાં ભળીને સૌનો સાથ સૌનો વિકાસ કરવાનો છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે.

kite festival

પતંગ મહોત્સવમાં 31 દેશોમાંથી 114 પતંગબાજોએ ભાગ લીધો હતો. સમગ્ર દેશમાંથી 150 અને રાજ્યના 350 પતંગબાજોએ ભગ લીધો છે. આ ઉપરા6ત રાજ્યમાં કુલ 14 જગ્યાએ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પતંગોત્સવ 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનાર છે. આ મહોત્સવન બીજા આકર્ષણોમાં કાઇટ મેકિંગ વર્કશોપ, થીમ પેવેલિયન, એડવેંચર એક્ટિવીટિઝ, ક્રાફ્ટ બજાર, ફૂડ સ્ટોલ, 360 વીઆર ડિસ્પ્લે પણ સામેલ છે.

English summary
chief minister vijay rupani inaugurates international kite festival at ahmedabad, riverfront
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X