For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નિલોફર’ના ખતરાને પહોંચી વળવા ગુજરાતે ઉઠાવ્યા આ પગલા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 ઓક્ટોબરઃ અરબી સમુદ્રમાં ઉભી થયેલ નિલોફર વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ ડો.વરેશ સિન્હાએ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારીઓ અને જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે ગતકાલે વીડીયો કોન્ફરન્સ કરીને વાવાઝોડાના કારણે ઉભી થનારી સંભવીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્રને આવશ્યક સુચના આપીને જિલ્લા કલેકટર તરફથી કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મહેસુલ, રાહત કમિશનર, અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ, સચિવ માર્ગ અને મકાન, અન્ન નાગરિક પુરવઠ, પાણી પુરવઠા, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બંદર અને વાહન વ્યવહાર વગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મુખ્ય સચિવે જિલ્લા કલેકટરોને જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને સતત ચાલુ રાખવા તથા પ્રજાને ઉપયોગી જાહેર કરેલા નંબરો ચાલુ રાખવા અને દરિયાકાંઠાના ગામોના લોકો સાથે ફરજ પરના સ્ટાફ અને અધિકારીઓનો સતત સંપર્ક જાળવી રાખવા તેમજ ફિલ્ડ ઓફીસરોને મુખ્ય મથકે ઉપસ્થિત રહેવા ખાસ સુચનાઓ આપી છે. લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડે તેવા સંજોગો ઉભા થાય તે પહેલા સ્થળાંતરના સ્થળો સુનિશ્ચિત કરવા તથા તેને યોગ્ય ચકાસણી પણ કરી લેવા જણાવ્યું હતુ. તેમણે કહ્યું હતું કે, પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, વીજળી તેમજ તબીબી સારવારની સુયોગ્ય વ્યવસ્થા મુકરર કરવાની બાબત ઉપર ખાસ લક્ષ્ય આપવાનુ રહે છે. જિલ્લામાં વીજળીને પ્રતિકુળ અસર પડે તે સંજોગોમાં ડીઝલ જનરેટર સેટ તૈયાર રાખવા, પેટ્રોમેક્સની પુરતી વ્યવસ્થા કરવા સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પીવાનું પાણી, રાશન અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સ્ટોકની આગોતરી વ્યવસ્થા કરવા, આરોગ્ય અને તબીબી ટુકડીઓ દવાઓ સાથે તૈયાર રાખવા માટે સુચનાઓ પણ આપી હતી.

વાવાઝોડા સંદર્ભે ખાસ વ્યવસ્થા
વાવાઝોડાની તીવ્રતાના કારણે રસ્તા પર ધરાશાયી થતાં વૃક્ષો દુર કરવા જરૂરી બુલડોઝર અને કટર મશીનોની વ્યવસ્થા કરવા તેમણે સુચનાઓ આપી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ, SRP, Cost Guard, Air Force, Army વગેરે સાથે યોગ્ય સંકલન સાધવા પણ તેમણે સુચનાઓ આપી હતી. બધા માછીમારો પરત ફરી જાય તેની તકેદારી રાખવા વહીવટી તંત્રને વધુ સજ્જતા દાખવવા સુચનાઓ આપી હતી. જિલ્લામાં આવેલા મોટા ઔધ્યોગિક એકમો, પાવર પ્લાન્ટ અને બંદરો પોતાના ઓન સાઈટ અને ઓફ સાઈટ પ્લાન પ્રમાણે કાર્યવાહી થાય અને નિયમન કરી કારીગરોની હેરફેર નિયંત્રિત થાય તે જોવા પણ જણાવ્યું હતુ.

પ્રવાસીઓને અપાઇ સૂચના
તેમણે કહ્યું કે, કાંઠાના વિસ્તારોમાં યાત્રાના સ્થળોએ આ દિવસોમાં લોકો મુસાફરી ન કરે તે પ્રમાણે તેઓને સમજાવટથી પરત મોકલવા જણાવવું અને લોકલ ટીવી ચેનલોમાં વાવાઝોડા સંદર્ભમાં શું કરવું અને શું ન કરવું તેની સમજણ સતત આપતા રહેવાનુ માર્ગદર્શન આપવાની જરુરીયાત રહે છે. રાજ્ય સરકારે નિલોફર વાવાઝોડાના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્રને મીઠાના અગરોમાં કામ કરતાં અગરિયાઓને સલામત જ્ગ્યાએ ખસેડવા અને સોલ્ટ પ્લાન્ટ વર્ક્સ બંધ કરવા સુચનાઓ આપી હતી.

જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા ગોઠવાઇ વ્યવસ્થા
મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પૂરવાઠા વિભાગ તરફથી અનાજ, કેરોસીન અને જીવન જરૂરીયાતની અન્ય તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં ડીઝલના ચાર ટેંકર આ ઉપરાંત અનામત જથ્થા તરીકે ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ ઉપરાંત દરેક તાલુકામાં ૨૦૦ મેટ્ર્રીક ટન જેટલો જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતુ.

આરોગ્ય વિભાગની આવી છે તૈયારીઓ
આરોગ્ય વિભાગ તરફથી તમામ પ્રાથમિક હેલ્થ સેન્ટર્સ, કમ્યુનિટિ હેલ્થ સેન્ટર્સ, સબ સેન્ટર્સ અને હોસ્પીટલોમાં દવાઓનો પૂરતો જથ્થો અને રોગચાળા પ્રતિબંધક દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરેલ છે. આ ઉપરાંત ૧૦૮ની સેવાઓ વધુ ઘનિષ્ઠ કરવામાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં એમ્બ્યુલંસની વધુ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર તરફથી ક્લોરીનની ટીકડીઓ, આશ્રય સ્થાનો માટે દવાનો જથ્થો અને ડીલીવરીના સમયા માંથી પસાર થતી ગર્ભવતી મહિલાઓના કેસોનો ટ્રેકીંગ કરીને ઓગ્ઝીલરી નર્સ મીડ-વાઈફ ડીલીવરીની જવાબદારી સંભાળે તેવુ આયોજન કરવામાં આવેલ છે. વાહન વ્યવહાર વિભાગે સ્થળાંતર માટે કાંઠાના વિસ્તારોમાં એસટી બસોની પૂરતી વ્યવસ્થા કરેલી છે.

Gujarat-on-measures-taken-to-tackle-Nilofar-cyclone-03
આ સ્થળો પર તેનાત કરાઇ NDRFની ટીમો
મુખ્ય સચિવ વરેશ સિંહાએ કહ્યું કે, NDRFની ૨ ટીમો ભુજ, ૧ ગાંધીધામ,૧ ગીર સોમનાથ(વેરાવળ), ૧ દેવભુમિ દ્વારકા, ૧ રાજકોટ અને ૧મોરબી મોકલવામાંઆવી છે. તેની સાથે સાથે હેમ રેડિયોની ટીમ નલિયા,ભુજ અને ગાંધીધામ ખાતે કાર્યરત કરાઈ છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ તરફથી કચ્છ જિલ્લામાં ટેન્કરોની પુરતી વ્યવસ્થા કરાઈ છે અને ખાનગી ટેન્કર, ૫૦૦૦ લિટરની PVC ટાંકીઓ તથા વીજળી ખોરવાઈ જવાનાસંજોગો ઉપસ્થિત થાય તો પાણી પુરવઠાના ટેન્કર ફીલીંગ પોઈન્ટ ઉપર ડીઝલ જનરેટર સેટ ઉપલબ્ધ કરાયા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ડી વોટરીંગ પમ્પ ઉપલબ્ધ રખાયા
આ ઉપરાંત વાવાઝોડાથી પાણી ભરાઈ જાય તેવા સંજોગોમાં ૪૬ જેટલા ડી વોટરીંગ પમ્પ ઉપલબ્ધ રખાયા છે. જેમાંથી ૨૭ પમ્પ કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ કરાયા છે. પીવાના પાણીના પુરવઠા માટે પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે.વન વિભાગ તરફથી રહેણાંક અને કોર્મશિયલ વિસ્તારમાં આવેલા મોટા ઝાડ ધરાશયી થતાં અટકાવવા માટે અગાઉથી પુરતી કાળજી લેવાની વ્યવસ્થા કરાઈ છે. જેને માટે RFOની આગેવાની હેઠળ રીસપોન્સ ટીમોની રચના કરાઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.

English summary
Chief Secretary, Gujarat on measures taken to tackle Nilofar cyclone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X