તમે PM પર વધારે પડતો જ વિશ્વાસ મૂકી દીધો : ડૉ. મનમોહન સિંહ

Written By:
Subscribe to Oneindia News

શનિવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે મનમોહન સિંહ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે હોટલ તાજ ગેટવે ખાતે મોદી પર જીએસટીથી લઇને અનેક મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જીએસટી એક સારો આઇડીયા છે પણ જીએસટીને યોગ્ય રીતે લાગુ નથી કરાયો. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સુરતમાં તાજ હોટલ ખાતે શું કહ્યું વિતગવાર જાણો અહીં.

ગુજરાત સાથે અન્યાય

ગુજરાત સાથે અન્યાય

મનમોહન સિંહ કહ્યું કે મોદીએ જ્યારે કહ્યું કે કોંગ્રેસે ગુજરાતીઓનો તિરસ્કાર કર્યો છે ત્યારે મને આશ્ચર્ય થયું. કારણ કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુએ સાથે મળીને સ્વતંત્રતાને મજબૂત કરી છે. અને મોરારજી પણ ગુજરાતના મહાન નેતા હતા.

જીએસટી

જીએસટી

જીએસટી પર ભૂતપૂર્વ નાણાંમંત્રી તેવા મનમોહન સિંહે કહ્યું કે જીએસટી સારો વિચાર હતો પણ તેને યોગ્ય રીતે લાગુ નથી કરવામાં આવ્યો. ભાજપની દિશાહીનતાના કારણે આ જીએસટીને યોગ્ય રીતે લાગુ ના કરતા આવા હાલ થયા છે. તેમણે કહ્યું કે નોટબંધી અને જીએસટીના સમયે કોંગ્રેસ તમારી સાથે રહી છે. તમે જે વડાપ્રધાન પર વિશ્વાસ મૂક્યો તેનાથી દેશનું શું ફાયદો થયો તેવો વેધક સવાલ પણ તેમણે આ પ્રસંગે પુછ્યો હતો. તેમણે કહ્યું કે ભલે વડાપ્રધાન ગુજરાત અને ગરીબોને સમજે પણ તેમના નિર્ણયોથી થયેલી હેરાનગતિને કેમ તે નથી સમજતા.

નોટબંધી

નોટબંધી

ડૉ. મનમોહન સિંહે કહ્યું કે તમે પીએમ પર અને અચ્છે દિન પર વધારે પડતો જ વિશ્વાસ મૂક્યો દીધો. નોટબંધી વખતે મને આશ્ચર્ય થયું કે પીએમ આવી સલાહ કોણે આપી. કાળું નાણા પર રોક લગાવવી જરૂરી છે પણ નોટબંધી તેનો ઉપાય નથી.

વેપારી સાથે કરી વાતચીત

વેપારી સાથે કરી વાતચીત

ત્યારે તાજ હોટલ ખાતે મનમોહન સિંહે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ પ્રસંગે જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું હોવાની અને તેના કારણે 31 હજારથી વધુ કારીગરોએ રોજગારી ગુમાવી હોવાનો દાવો કર્યો હતો.

English summary
China benefiting from demonetisation, GST blow to Indian economy: Manmohan Singh in Surat.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.