Chotila Temple: 30 ડિસેમ્બરે ચોટીલા ડુંગર યાત્રાળુઓ માટે 4 કલાક બંધ રહેશે, જાણો કારણ

Chotila Temple: જો તમે આગામી 30 ડિસેમ્બરના રોજ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર ખાસ વાંચજો. 30 ડિસેમ્બરે સવારના સમયે ડુંગર પર દર્શન કરવા માટેના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Chotila Temple

ચોટીલા: સવારે 6 થી 10 દર્શનાર્થીઓ માટે 'નો એન્ટ્રી'

ચોટીલા ડુંગર પર આગામી 30 ડિસેમ્બરે રાજ્ય કક્ષાની આરોહણ-અવરોહણ (પર્વત ચઢવા-ઉતરવાની) સ્પર્ધા યોજાવાની છે. આ સ્પર્ધાના સુચારુ આયોજન અને સ્પર્ધકોની સલામતી માટે સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ડુંગર પર પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 10 વાગ્યા બાદ રાબેતા મુજબ ભક્તો માતાજીના દર્શન કરી શકશે.

સ્પર્ધાની ખાસિયતો

  • આ વર્ષે 253 યુવકો અને 118 યુવતીઓ મળી કુલ 371 સ્પર્ધકો ભાગ લેશે.
  • આ વખતે ઇનામની શ્રેણી વધારીને 1થી 25 નંબર સુધીના વિજેતાઓને રોકડ પુરસ્કાર અને શીલ્ડ આપવામાં આવશે.
  • પ્રથમ 10 વિજેતાઓને જૂનાગઢ ગિરનાર સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળશે.

નવા વર્ષ 2026 પર દેશના આ મોટા મંદિરોની નવી વ્યવસ્થા

નવા વર્ષની શરૂઆત ભક્તિભાવથી કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ભારતભરના મુખ્ય મંદિરોએ નવી એડવાઈઝરી જાહેર કરી છે.

  • અયોધ્યા (રામ મંદિર): નવા વર્ષે અંદાજે 2 લાખ ભક્તો ઉમટી શકે છે. તમામ હોટલ-ધર્મશાળા ફૂલ છે. ભક્તો અડધા કલાકમાં દર્શન કરી શકે તેવી સુવિધા કરાઈ છે, જ્યારે સ્પેશિયલ સ્લોટ માટેના પાસ 1 જાન્યુઆરી સુધી બુક થઈ ગયા છે.
  • ઉજ્જૈન (મહાકાલ મંદિર): 5 જાન્યુઆરી સુધી VIP દર્શન સંપૂર્ણ બંધ રહેશે. કોઈ પણ વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ શકશે નહીં. 1 જાન્યુઆરીએ ભસ્મ આરતી માટેની ઓફલાઈન સિસ્ટમ પણ બંધ રહેશે.
  • શિરડી (સાંઈ બાબા): 31 ડિસેમ્બરે ભક્તો માટે મંદિર આખી રાત ખુલ્લું રહેશે. ભક્તો 'સોનાની બારી'માંથી સાંઈ બાબાના દર્શન કરી શકશે. જોકે, મુખ્ય આરતીઓના સમયે ફેરફાર કરવામાં આવ્યો છે.
  • વૈષ્ણોદેવી (કટરા): યાત્રા માટે RFID કાર્ડ અનિવાર્ય છે. ઓળખપત્ર વિના કાર્ડ મળશે નહીં. કાર્ડ મળ્યાના 10 કલાકમાં યાત્રા શરૂ કરવી પડશે અને 24 કલાકમાં પરત ફરવું પડશે.
  • તિરૂપતિ બાલાજી: 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી માત્ર એડવાન્સ ટોકન ધરાવતા ભક્તોને જ પ્રવેશ મળશે. કરન્ટ બુકિંગ કાઉન્ટર્સ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.
  • ખાટું શ્યામ (રાજસ્થાન): ભીડને નિયંત્રિત કરવા માટે VIP દર્શન બંધ કરાયા છે. ભક્તોએ દર્શન માટે 'લખદાતાર મેદાન' થઈને લાંબી કતારમાં જવું પડશે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X