ચોટલીકાંડનો ફરીયાદી માનસિક બીમાર હોવાનો ખુલાસો

Subscribe to Oneindia News

રાજ્યમાં 6 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 38 મહિલાઓની ચોટલી કપાયાની ઘટના બની હતી. રાજ્ય સરકારે આ મામલાની તપાસ CID ને સોંપી હતી. જેમાં CID ટીમ બનાવીને તાપસ શરૂ કરી હતી. જેની પ્રાથમિક તપાસમાં આ ગુનાહિત કૃત્ય નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આ કૃત્યનો ભોગ બનનાર માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું હતું. આ રોગને મનોવૈજ્ઞાનિક ભાષમાં માસ હિસ્ટીરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી તરફ પોલીસે પણ આ પ્રકારની અફવા ફેલાવનાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે તેવુ જણાવ્યું હતુ.

hair

રાજ્યના અમદાવાદ, સુરત,વાપી વલસાડ અને વડોદરામાં ચોટલી કપાયાની ઘટના બની હતી. જેની તપાસમાં 4 મહિલાઓએ જાતેજ ચોટલી કાપી હોવાનું સામે આવ્યું હતું. જેમની સામે IPC ની કલમ 505 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લખનીય છે કે રાજ્યમાં ચોટલી કપાવાની ઘટના વધતા ગૃહરાજ્ય મંત્રીએ CIDને તપાસના આદેશ આપ્યા હતા. તપાસ કરતી ટીમે સાઇકોલોજીસ્ટને સાથે લઇને ફરતી હતી, જેમાં મોટાભાગના કિસ્સામાં ફરિયાદી માનસિક બિમારીથી ગ્રસ્ત હોય તેવું સામે આવ્યું હતું.

English summary
CID said in a report to the government,chotali cut incidents are case of Mass-Historia.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.