અમેરિકન ફિલ્મની આગે અમદાવાદને દઝાડ્યું, શહેરમાં આગચંપીના બનાવો

આ દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વોનાં ટોળાએ વાતાવરણ ડોળવાના ઇરાદાથી કારંજમાં મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલી ખાસ બજાર પોલીસ ચોકીમાં ચાંપી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલાં ટોળાંએ કેટલીક ગાડીઓને આગ લગાવી હતી. અમદાવાદ શહેરના ત્રણ દરવાજા, જમાલપુર, રિલીફરોડ, પાનકોર નાકા, પટવા શેરી સહિત શહેરના કોટ વિસ્તારમાં ભારેલાં અગ્નિ જેવી સ્થિતી સર્જાઇ હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ થતાં 15 જેટલા પોલીસ કર્મીઓ તથા 25થી લોકો ઘાયલ થયાં હતાં. ઉશ્કેરાયેલા ટોળાંએ 12 જેટલી બાઇકો પણ સળગાવી હતી. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે 36 જેટલાં ટીયરગેસ છોડ્યા હતાં. જેના કારણે ટોળું ઉશ્કેરાયું હતું અને ટોળાએ પોલીસની જીપ્સી અને વાન સહિત 12 વાહનોને આગ ચાંપી છે
બંધને પગલે આજે સવારથી જ જમાલપુર, રિલિફ રોડ પર બંધના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત કારંજ પોલીસ સ્ટેશનથી રિલિફ રોડ સુધીનો વિસ્તાર પણ બંધમાં જોડાયો હતો.
બંધને સમર્થન ન આપતાં ઉશ્કેરાયેલા લોકોનાં ટોળાંએ જુમા મસ્જિદના પેશ ઈમામના ઘરને નિશાન બનાવ્યું હતું. શહેરમાં તોફાનો ફાટી નિકળ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં શહેરના કોર્ટ વિસ્તારની સ્કૂલો છોડી મૂકાઇ હતી. વિધાર્થીના માતા-પિતાના ટોળા બાળકોને લેવા સ્કૂલે દોડી આવી હતા. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રિલિફ રોડ પર દુકાનો બંધ કરાવવામાં નિકળ્યું હતું. રિલિફ સિનેમામાં ટોળું જઇને પ્રક્ષકોને બહાર કાઢતાં પ્રેક્ષકોના રંગમાં ભંગ પડ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે રિલીફ રોડ, ત્રણ દરવાજા, જુમા મસ્જિદ અને કારંજમાંથી ૧૦૦થી વધારે તોફાનીઓની અટકાયત કરી હતી. આ બનાવ બાદ આસપાસના વિસ્તારના તમામ વેપાર ધંધા બંધ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
