For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Titans ટીમ મુખ્યમંત્રીને મળી, સીએમ બોલ્યા- મેં ખાલી બેટિંગ જ કરી

Gujarat Titans ટીમ મુખ્યમંત્રીને મળી, સીએમ બોલ્યા- મેં ખાલી બેટિંગ જ કરી

|
Google Oneindia Gujarati News

આઇપીએલ 2022નો ધમાકેદાર ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ ચૂક્યો છે. ગતરોજ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ 2022નો ફાઈનલ મુકાબલો રમાયો હતો. ગુજરાત ટાઈટન્સના તારલાઓએ રાજસ્થાન રોયલ્સને ધૂળ ચટાળી ડેબ્યૂ ટૂર્નામેન્ટમાં જ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ખિતાબ જીત્યા બાદ આજે ગુજરાત ટાઈટન્સની આખી ટીમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા.

bhupendra patel

ઇન્ડિયન પ્રીમિયર લિંગ IPL 2022 માં જીત મેળવનાર ગુજરાત ટાઈટન્સની ટીમે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કર્યા બાદ અમદાવાદ ખાતે 6 કિમીનો રોડ શો કરશે આ રોડ શો રિવરફ્રન્ટ ખાતે યોજાશે. શુભેચ્છા મુલાકાત દરમિયાન નમ્ર સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓને મજાકિયા અંદાજમાં કહ્યું, "મેં ક્યારેય ફિલ્ડિંગ ભરી જ નથી બેટિંગ જ કરી છે." ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ક્રિકેટ રમતાં સારું ફાવે છે.

ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ' બેટ ' મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યુ હતું. આ બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ - કન્યા કેળવણી માટે વપરાશે.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું તેનાથી એક અલગ જ ઉર્જા સૌ ખેલાડીઓને મળી હતી.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ ટીમના કોચ આશિષ નેહરા, વાઈસ કેપ્ટન રાશિદ ખાન, ઓપનર શુભમન ગીલ તથા રિદ્ધિમાન સાહા વગેરે ખેલાડીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, આ ખેલાડીઓએ ગુજરાતી ખાનપાન, મહેમાનગતિ અને ગુજરાતી પ્રેક્ષકોના ઉત્સાહને વખાણ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ IPL ટ્રોફી પ્રસ્તુત કરી હતી. ટીમના કેપ્ટન શ્રી હાર્દિક પંડ્યાએ તેમના સૌ ખેલાડીઓનો પરિચય મુખ્યમંત્રીશ્રીને કરાવ્યો હતો, આર.જે. ધ્વનિતે મોડરેટરની ભૂમિકા નિભાવી હતી.

અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

English summary
CM Bhupendra Patel told Players of Gujarat Titans - I never did fielding just batted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X