CM વિજય રૂપાણીએ મોરારી બાપૂ પર ભાજપ MLA પબુભા માણેકે કરેલા હુમલાને વખોડ્યો
દ્વારકાધીશના મંદિરમાં દર્શન બાદ મોરારિ બાપૂ પર થયેલા હુમલાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખોડી કાઢ્યો છે.
દ્વારકાધીશના મંદિરમાં દર્શન બાદ મોરારિ બાપૂ પર થયેલા હુમલાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખોડી કાઢ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરારી બાપૂ પર હુમલાના પ્રયાસને નિંદનીય અને અશોભનીય ગણાવ્યો. સીએમ વિજય રૂપાણીએ કહ્યુ કે મોરારી બાપૂએ આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.

મોરારી બાપૂ પર હુમલાની કોશિશ
ઉલ્લેખનીય છે કે ગુરુવારે એક ખૂબ જ શરમજનક ઘટનામાં કથાવાચક મોરારી બાપૂ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલો કરવાની કોશિશ કરી. જો કે બાપૂ સુધી તે પહોંચી શકે તો પહેલા જ મોરારી બાપૂ સાથે બેઠેલા ભાજપ સાંસદ પૂનમ માડમ અને અન્ય લોકોએ તેમને રોકી લીધા. જો કે પબુભા માણેક સતત મોરારી બાપૂને ગાળો દેતા રહ્યા. સાંસદ પૂનમ માડમે બાદમાં કહ્યુ કે ભગવાન વિશે કોઈ ખોટી નિવેદનબાજી થાય તો ભક્તોમાં નારાજગી સ્વાભાવિક છે. વાસ્તવમાં થોડા દિવસો અગાઉ યુપીમાં એક કથા દરમિયાન મોરારી બાપૂએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે એક નિવેદન આપ્યુ હતુ.

મારો ઈરાદો હુમલો કરવાનો નહોતોઃ પબુભા માણેક
ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે બાદમાં દાવો કર્યો કે મોરારી બાપૂ પર હુમલો કરવાની તેમની કોઈ ઈચ્છા નહોતી. વાયરલ થયેલા એક વીડિયોમાં દેખાયુ છે કે પબુભા બાપૂ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આ દરમિયાન બાપૂ દ્વારકાધીશ મંદિર આવ્યા બાદ સર્કિટ હાઉસમાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. જો કે માણેકે કહ્યુ કે, 'તેમના હાવભાવને ખોટી રીતે સમજવામાં આવ્યા. હું માત્ર તેમને એ પૂછવા માંગતો હતો કે આવા શબ્દો તેમણે કેમ કહ્યા અને ક્યાંથી તેમને આ બધી ખબર પડી. જ્યાં સુધી હું તેમની પાસે જઉ તેમના સમર્થકો એમ સમજીને મને દૂર લઈ ગયા કે હું તેમના પર હુમલો કરવા ત્યાં આવ્યો છુ.'

'આ આંસુ મારી આંખમાંથી નહિ પરંતુ આત્મામાંથી નીકળી રહ્યા છે'
મોરારી બાપૂએ ભગવાન શ્રીકૃષ્ણના વંશજો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. બાપૂએ કથિત રીતે બલરાને દારૂડિયા કહ્યા હતા. કથાના આ અંશનો વીડિયો વાયરલ થયા બાદ તેમનો ઘણો વિરોધ થયો હતો. જો કે વિવાદ વધતો જોઈ બાપૂએ એક વીડિયો જારી કરીને શ્રીકૃષ્ણના ભક્તોની માફી માંગી હતી. વીડિયોમાં ખૂબ જ ભાવુક બાપૂએ કહ્યુ હતુ કે મારા કારણે કોઈને દુઃખ પહોંચે તેની પહેલા હું સમાધિ લેવાનુ પસંદ કરીશ. તે ખૂબ જ પરેશાન જોવા મળ્યા અને તેમની આંખોમાંથી આસુ નીકળી રહ્યા હતા. તેમણે કહ્યુ કે આ આંસુ મારી આંખમાંથી નહિ પરંતુ આત્મામાંથી નીકળી રહ્યા છે.
#Gujarat CM Vijay Rupani condemns attempt of attack on Morari Bapu by Former #BJP MLA Pabubha Manek @vijayrupanibjp #MorariBapu #PabubhaManek #TV9News pic.twitter.com/OnYfPglAUQ
— tv9gujarati (@tv9gujarati) June 19, 2020
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
