For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ પર્યાવરણ દિવસઃ CM રૂપાણીએ 5 લાખ તુલસીના રોપા વિતરણ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ લાખ તુલસીના રોપા વિતરણ કરવાના કાર્યક્રમનો વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ લાખ તુલસીના રોપા વિતરણ કરવાના કાર્યક્રમનો વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો અને કોરોના સંક્રમણથી બચવા તુલસીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવા લોકોને પ્રેરણા આપી હતી. કોરોના વાયરસની મહામારીના સમયે તુલસીના સેવનની ઉપયોગીતા સમજાવી મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપ્યા હતા.

વિશિષ્ટ સંજોગોમાં વિશિષ્ટ કાર્યક્રમની જરૂર

વિશિષ્ટ સંજોગોમાં વિશિષ્ટ કાર્યક્રમની જરૂર

મુખ્યમંત્રી સીએમ વિજયભાઈ રૂપાણીએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ કે આજે 5મી જૂન પર્યાવરણ દિવસ છે. આખી દુનિયા પર્યાવરણની ચિંતા કરીને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર કામ કરે છે. આ વખતે બાયો ડાયવર્સિટી થીમ ઉપર સમગ્ર દુનિયા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની છે. આપણે અત્યારે કોરોના મહામારી વચ્ચે પસાર થઈ રહ્યા છે. વિશિષ્ટ સંજોગોમાં વિશિષ્ટ કાર્યક્રમની જરૂર છે.

પ્રદૂષણ અટકાવવુ અને પર્યાવરણ જાળવવુ

પ્રદૂષણ અટકાવવુ અને પર્યાવરણ જાળવવુ

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે પ્રદૂષણ અને પર્યાવરણ એ બે વિષયો વચ્ચેનુ પણ યુદ્ધ ચાલે છે. કોરોના વાયરસની વાત કરીએ તો જ્યારે અમદાવાદ વધુ સંક્રમિત છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 લાખ તુલસીના રોપા ઘરે ઘરે વિતરણ કરવા માટે તુલસીરથ દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશને આજના સમયને અનુરુપ રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ એટલે કે યોગ્ય સમયે યોગ્ય કાર્યક્રમ કરી રહ્યા છે. હું કોર્પોરેશનને ધન્યવાદ આપુ છુ. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની કોઈ દવા નથી. એવા સમયમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ જો જળવાશે તો કોરોના હારશે ગુજરાત જીતશે. રોગપ્રતિકારક શક્તિને જાળવવા માટે તુલસી એ ખૂબ ઉપયોગી છે.

રોગપ્રતિકારક શક્તિ જાળવવા તુલસી ખૂબ ઉપયોગી

રોગપ્રતિકારક શક્તિ જાળવવા તુલસી ખૂબ ઉપયોગી

મુખ્યમંત્રીએ તુલસીની ઉપયોગિતા વિશે જણાવતા કહ્યુ કે તુલસીના ઉકાળા રોજ પીવા જોઈએ. સ્વાભાવિક છે કે ફ્લેટમાં રહેતા કે ચાલીમાં રહેતા લોકો પાસે તુલસી ન હોય એવા સમયે અત્યારે તુલસીના રોપાનુ વિતરણ ખૂબ ઉપયોગી બનશે. તુલસીરથ દ્વારા તુલસી વિતરણ કોરોના સામેની જંગમાં આપણને જીતાડશે. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે લોકો આ તુલસીના રોપા ઘરે ઘરે ઉછેરે અને અને ઉકાળા બનાવી તેનુ સેવન કરશે તો કોરોના ચોક્કસ હારશે.

વિશ્વ પર્યાવરણ દિવસઃ પીએમ મોદીએ Biodiversityની કરી વાત, ટ્વિટ કર્યો Videoવિશ્વ પર્યાવરણ દિવસઃ પીએમ મોદીએ Biodiversityની કરી વાત, ટ્વિટ કર્યો Video

English summary
CM Vijay Rupani distributes 5 lakh Tulsi saplings on the occasion of World Environment Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X