For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણની ઘટનામાં મુખ્યમંત્રી રૂપાણીએ વ્યક્ત કર્યું દુખ, દલિત મુદ્દે ગરમાયું રાજકારણ

પાટણમાં ગત રોજ દલિત વ્યક્તિએ પોતાના શરીર આગ ચાંપીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તે બાબતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખા વ્યક્તિ કર્યું હતું.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પાટણમાં ગત રોજ દલિત વ્યક્તિએ પોતાના શરીર આગ ચાંપીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તે બાબતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખા વ્યક્તિ કર્યું હતું. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આત્મવિલોપન કરનારા વ્યક્તિની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. અને સરકાર ધ્યાન પણ રાખશે કે તે વ્યક્તિને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં. આ સંવેદનશીલ ઘટનાની તપાસ કરવાની જવાબદારી મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને સોંપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર સમક્ષ સાચી હકીકતો આવશે ત્યાર બાજ જવાબદારો સામે આકરાં પગલાં પણ લેવામાં આવશે. સીએમ રૂપાણીએ સામાજિક ન્યાય અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

vijay rupani

દરમિયાન આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ ગયું છે કોંગ્રેસના શભ્યોએ ઉદ્યોગપિતની સરકાર કહીને ભાજપને ભાંડી હતી તો કોંગ્રેસે પાટણ બંધનું એલાન આપ્યું છે. જોકે સવારથી જ બજારમાં દુકાનો ખુલવા લાગી હતી. ત્યારે કેટલાક દલિત કાર્યકરોએ બજાર બંધ કરાવ્યા અને સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જયારે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પાટણ પહોંચીને બંધને સમર્થન આપ્યું છે. તેઓ દલિતોએ કાઢેલી રેલીમાં જોડાઈને દેખાવ કર્યા. તો કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે.દરમિયાન હાલમાં આત્મવિલોપનના મુદ્દે પાટણમાં કલેક્ટર સાથે અલ્પેશ ઠાકોર, ચંદન ઠાકોર, શૈલેષ પરમાર અને રેન્જ આઇજી પીયૂષ પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓએ એક બેઠક શરૂ થઈ છે.

English summary
CM Vijay Rupani Reaction On Patan Dalit Man Suicide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X