For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ બાળકોના મોતના સવાલ પર સીએમ રૂપાણીની ચુપ્પી

અમદાવાદઃ બાળકોના મોતના સવાલ પર સીએમ રૂપાણીની ચુપ્પી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદ અને રાજકોટની બે હોસ્પિટલમાં ડિસેમ્બરમાં 200થી વધુ નવજાત બાળકોના મોત થયાં હોવાના અહેવાલો પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની બોલતી બંધ થઈ ગઈ. અહેવાલ મુજબ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 134 અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 85 નવજાત બાળકોએ દમ તોડી દીધો. જ્યારે પાછલા ત્રણ મહિનાના આંકડાને જોડીને ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં 85 નવજાત બાળકોએ દમ તોડી દીધો. જ્યારે પાછલા ત્રણ મહિનાનો આંકડો જોડી ગુજરાતના સૌથી મોટી બંને સરકારી હોસ્પિટલમાં જ નવજાત બાળકોના મોતનો આંકડો 253 જણાવવામાં આવી રહ્યો છે.

vijay rupani

ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડીન મનીષ મેહતાએ ડિસેમ્બર મહિનામાં પોતાની હોસ્પિટલમાં 111 બાળકોના મોતની પુષ્ટિ પણ કરી છે. પરંતુ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મીડિયાએ સવાલ કર્યો તો મુખ્યમંત્રી કંઈપણ બોલ્યા વિના ચાલતા બન્યા.

રાજકોટ સિવિલ હોસ્પિટલના આંકડાં તો સૌથી ચોંકાવનારા છે, જ્યાં પાછલા વર્ષે ઓછામાં ઓછા 1235 નવજાત બાળકોના મોતના અહેવાલ મછે. પરંતુ ડિસેમ્બરમાં આ આંકડો બહુ વધુ જ વધી ગયો અને હોસ્પિટલમાં જન્મનાર 131 બાળકોના મોત થઈ ગયાં.

મોટી વાત તો એ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટથી જ આવે છે, પરંતુ તેમણે મીડિયાના સવાલોનો જવાબ આપવાને બદલે ચુપ્પી સાધીને ત્યાંથી નિકળી જવામાં જ ભલાઈ સમજી. જો કે સરકારી અધિકારીઓ મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેટલાય જિલ્લાના બાળકો આવે છે અને અહીં નવેમ્બર-ડિસેમ્બરમાં ડિલિવરીની સંખ્યામાં પણ ભારે વધારો થઈ જાય છે. નવજાતના મોતનું એક મોટું કારણ મેડિકલ સ્ટાફની કમી પણ જણાવવામાં આવી રહી છે.

English summary
CM Vijay Rupani silenced on question of children's death in civil hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X