For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની 'મન કી બાત'ની જેમ CM રૂપાણીએ શરૂ કરી 'દિલની વાત'

પીએમ મોદીની 'મન કી બાત'ની જેમ CM રૂપાણીએ શરૂ કરી 'દિલની વાત'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીની મન કી બાતની જેમ જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનની મોકળાશ કાર્યક્રમ શરૂ કર્યો છે. બંનેમાં ફરક એટલો જ છે કે મોદી રેડિયો પર મન કી બાત સંભળાવે છે જ્યારે રૂપાણી પોતાના બંગલા પર લોકોને બોલાવીને તેમની સાથે દિલ ખોલીને વાતો કરે છે. પહેલા કાર્યક્રમમાં તેમણે દારૂબંધી અને દારૂના દુષ્પ્ભાવ પર વાત કરી. સાથે જ કાર્યક્રમના અંતમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં કોઈ બેરોજગાર નહિ રહે. દરેક ગરીબ પરિવારને ઘર મળશે.

દારૂને કારણે નાની ઉંમરે જ છોકરીઓ વિધવા થઈ રહી છે

દારૂને કારણે નાની ઉંમરે જ છોકરીઓ વિધવા થઈ રહી છે

કાર્યક્રમ 'મનની મોકળાશ' દરમિયાન લોકોએ પોતાની સમસ્યાઓને પણ ખુલ્લીને મુખ્યમંત્રી સમક્ષ રાખી હતી. જ્યારે ગુજરાતમાં દારૂબંધી કાનૂન પર અમલ કરવાની વાત કરતા મુખ્યમંત્રીએ એક શાકભાજી વેચનાર રમિલાબેન દેવીપુજકનો ઉલ્લેખ કર્યો. રમિલાબેનનો અનુરોધ છે કે લોકો દારૂથી દૂર રહે. પુરુષોની આ લતને પગલે દીકરીઓ નાની ઉંમરે જ વિધવા થઈ રહી છે. યુવાઓને પણ દારૂની ખરાબ લત લાગી રહી છે.

દારૂબંધીને વધુ પ્રભાવી બનાવો

દારૂબંધીને વધુ પ્રભાવી બનાવો

મુખ્યમંત્રી સમક્ષ રમિલાબેન દેવીપુજકે એમ પણ કહ્યું કે તેઓ ગરીબો માટે સરકારની આવાસીય યોજના અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે એમએએ કાર્ડ જેવા લાભ મેળવવા માટે આભારી છે, પરંતુ દારૂના વેચાણ અને દારૂ પીવી બહુ મોટો ખતરો છે. અમે સરકારી યોજનાથી લાભાન્વિત થયા છીએષ પરંતુ દારૂ સ્વતંત્ર રૂપે ઉપલબ્ધ છે. એવામાં જ્યારે અમે સંપર્ક કરીએ છીએ તો પોલીસ પણ અનુકૂળ પ્રતિક્રિયા નથી આપતી. મારું નિવેદન છે કે અમદાવાદમાં દારૂના વેચાણ પર રોક લાગે. પોતાની પ્રતિક્રિયામાં મુખ્યમંત્રીએ કહ્યું કે નિષેધ કાનૂનને વધુ કઠોર બનાવાવમા આવ્યો છે. દારૂની સમસ્યાથી નિપટવા માટે બધાના સામૂહિક પ્રયત્નોની જરૂરત છે.

મહિલાઓએ દરોડા પાડીને દારૂ પકડ્યો

મહિલાઓએ દરોડા પાડીને દારૂ પકડ્યો

મુખ્યમંત્રીએ કહ્યું કે માત્ર કાનૂનને કઠોર બનાવવાથી આ સમસ્યાનો હલ કરવો મુશ્કેલ છે. મહિલાઓએ આ સમસ્યાનો હલ કરવાનો બીડો ઉઠાવવો જોઈએ. કેટલીક મહિલાઓએ દરોડા પાડીને દારૂ પકડ્યો તેવા પ્રયત્નો વખાણવાલાયક છે. દારૂબંધીનો કાયદો કઠોર રીતે અમલી બનશે.

લોકોએ મુખ્યમંત્રીના વખાણ કર્યાં

લોકોએ મુખ્યમંત્રીના વખાણ કર્યાં

મનની મોકળાશ કાર્યક્રમમાં લોકોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે વિજય રૂપાણીનો આભાર માન્યો. લોકોએ આ અવસરનો ઉપયોગ પોતાના દૈનિક જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓને ઉજાગર કરવા માટે કર્યો. મુખ્યમંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી.

<strong>મુકેશ અંબાણી હવે સોનાના વેપારમાં પણ ઝંપલાવશે, જાણો પ્લાનિંગ</strong>મુકેશ અંબાણી હવે સોનાના વેપારમાં પણ ઝંપલાવશે, જાણો પ્લાનિંગ

મહિનામાં એકવાર વાત થશે

મહિનામાં એકવાર વાત થશે

મુખ્યમંત્રીના મનની મોકળાશ કાર્યક્રમ દર મહિને એકવાર તનાર છે. સીએમ વિજય રૂપાણી પોતાની સાથે કેટલાય ઑફિસરને પણ જોડે રાખે છે અને કોઈ વ્યક્તિની ફરિયાદ પર તેનો હલ કાઢવાનો આદેશ આપે છે. વિજય રૂપાણીનો પ્રથમ પ્રયાસ સફળ રહ્યો.

English summary
cm vijay rupani started program man ni moklash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X