For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વતનમાં ન જવા અને જ્યાં છો ત્યાં રોકાવા મુખ્યમંત્રીએ કરી અપીલ

કોરોના વાયરસના ખતરા સામે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. 21 દિવસ સુધી લોકોને લોકોને બહાર જવા કે આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. ત્યારે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાના-મોટા ઉદ્યોગો અને બિન સ

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના ખતરા સામે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. 21 દિવસ સુધી લોકોને લોકોને બહાર જવા કે આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. ત્યારે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાના-મોટા ઉદ્યોગો અને બિન સંગઠીત ઉત્પાદન એકમોમાં કામ કરતા શ્રમજીવીઓને વતનમાં ન જવા અપીલ કરી છે. દેશમાં લોકડાઉનની જાહેરાતના પગલે તમામ ધંધા રોજગાર ઠપ્પ કરવામાં આવતાં શ્રમજીવી પરિવારો પોતાના વતન ભણી જવા નિકળ્યા છે. રસ્તામાં ઠેર ઠેર લોકોના ટોળાં ચાલતાં પોતાના વતન તરફ જઇ રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ગામોના શ્રમજીવી કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપી- બિહાર જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાંના વિવિધ એકમોમાં કામ કરતા શ્રમજીવીઓ હાલ પગપાળા પોતાના વતન જઇ રહ્યાં છે.

Corona

કોરોના વાયરસથી બચવાના શ્રેષ્ઠ વિકલ્પ રૂપે ભીડભાડ ન કરવી અને ટોળામાં ક્યાંય પણ ન નીકળવું કે ઘરની બહાર ન નીકળતા જ્યાં છીએ ત્યાં જ રહેવું હિતાવહ અને સલામત છે. ત્યારે, મુખ્યમંત્રીએ આવા શ્રમિકોને જણાવ્યું છે કે, લોક ડાઉનની આ સ્થિતિમાં તેમના ખાવા-પીવાની તથા અન્ય જીવન જરૂરિયાતોની વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે.

મુખ્યમંત્રીએ વધુમાં રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ એસોશિએશન, બિલ્ડર્સ એસોશિએશન, વેપારી મંડળો સહિત લોકોને અનુરોધ કર્યો છે કે, તેમના શ્રમિકો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થાઓ આપે અને તેમને વતનમાં ન જવા દેવા સમજાવે. આ સાથે તેમણે વિવિધ સામાજિક સંગઠનોને પણ આ સેવાકીય કાર્યમાં જોડાવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: કોરોના: 2000 રૂપિયાની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખાતામાં આવશે: શાહ

English summary
CM Vijay Rupani urges to labourers for stay and follow lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X