
સુરેન્દ્રનગરની લીબંડી બેઠક પર બુથ કેપ્ચરીંગની ફરીયાદ
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે યોજાયુ હતુ. જેમા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિમ ગુજરાતમાં 63 ટકા મતદાન થયુ હતુ. દક્ષિણ ગુજરાતના કેટલાક ગામડાઓએ દ્વારા ચૂંટણીનો બહિસાકાર કરવામાં આવ્યો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી વિધાનસભા બેઠક પર ભુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાની લીબંડી વિધાનસભા બેઠક પર બુથ કેપ્ચરીગ થયા હોવાની ફરીયાદ ચૂંટણી પંચને મળી હતી. આ મામલે અમલા ગામ પંચાયતના બુથ કેપ્ચર કરીને આંચરસંહિતાનનો ભંગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ગુજરાત કોગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રકારની અન્ય એક ઘટના પોટાદમાં પણ સામે આવી હતી જેમા અસમાજીક તત્વો દ્વારા બોગસ વોટિંગ કરાવ્યુ હોવાની ફરીયાદ થઇ હતી. આ સિવાય જામનગરમાં પણ એક શાળામાં બુધ પર ધીમી મોટિંગ પ્રક્રિયા થઇ હોવાની ફરીયાદ કવરામાં આવી હતી. સાથે રાજકીય પક્ષો દ્વારા અધિકારીઓ જાણીબુજીને પક્પાતી રીતે કામ કરી રહ્યાનો આક્ષેપ રવામાં આવ્યો હતો.