રાજ્યમાં પહેલી વાર કોમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી

રાજ્યના અનુસૂચિત જાતિના ૪૬૪ લાભાર્થીઓની રૂ. ૧૦.૧૫ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી.

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ભિખુસિંહ પરમારના વરદ હસ્તે રાજ્યના અનુસુચિત જાતિના ૪૬૪ લાભાર્થીઓની રૂ.૧૦.૧૫ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી કરવામાં આવી હતી.

Bhanuben babriya
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરની ભારત સરકારના NSFDC નવી દિલ્હી સહયોગી યોજનાઓમાં નાના પાયાની યોજનામાં ૧૫ લાભાર્થીઓને રૂ. ૧.૪ર કરોડ, માલ વાહક ફોર વ્હીલર યોજનામાં ૨૪ લાભાર્થીઓને રૂ. ૧.૪૨ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૧૬ લાભાર્થીઓને ૦.૮૯ કરોડ એમ મળીને કુલ રૂ. ૨.૫૩ કરોડના ધિરાણ માટે કુલ ૫૫ લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત રાજ્ય સરકાર સહાયિત યોજનાઓમાં નાના પાયાની યોજનામાં ૨૮૯ લાભાર્થીઓને રૂ. ૪.૦૫ કરોડ, મારૂતી સુઝુકી ઇકો યોજનામાં ૨૫ લાભાર્થીઓને રૂ. ૧.૧૯ કરોડ તેમજ થ્રી વ્હીલરની યોજનાઓમાં ૯૫ લાભાર્થીઓને રૂ.૨.૩૮ કરોડ મળીને કુલ રકમ રૂ. ૭.૬૨ કરોડના ધિરાણ માટે કુલ ૪૦૯ લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરાયો હતો. બન્ને યોજનાઓ મળીને કુલ ૪૬૪ લાભાર્થીઓને કુલ રૂ.૧૦.૧૫ કરોડનું ધિરાણ ડ્રો દ્વારા કરવામાં આવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X