• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં નર્મદા પ્રોજેક્ટમાં વિલંબ થવા પાછળ કોંગ્રેસ જવાબદાર: નીતિન પટેલ

By Kumar Dushyant
|
narmada-dam
ગાંધીનગર, 12 માર્ચ: સરદાર સરોવર નર્મદા યોજનાનું મહત્વ અને ઉપયોગીતા સમજીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી વર્તમાન સરકારે આ અંદાજપત્રમાં નર્મદા યોજના માટે રૂા. ૯,૦૦૦ કરોડ જેટલી જંગી જોગવાઇ કરી છે. નીતિનભાઈ પટેલે વિધાનસભામાં બોલતાં જણાવ્યું હતું કે, નર્મદા યોજના શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના માટે આ સૌથી મોટી રકમની ફાળવણી છે. ગુજરાતના વિકાસ દ્વારા ભારતનો વિકાસ થાય એવા ઉમદા આશય સાથે સરદાર સરોવર નર્મદા યોજનાના તમામ કામો ઝડપભેર પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

વિધાનસભા ગૃહમાં અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચા દરમિયાન નર્મદા યોજનાની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માટે અત્યંત મહત્વની એવી આ યોજના વિલંબમાં પડે કે અવરોધાય તે માટે અનેક લોકોએ પ્રયત્નો કરી લીધા, પરંતુ હવે તમામ અવરોધો પાર કરીને સરદાર સરોવર નર્મદા યોજના આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના હિતમાં કેન્દ્ર સરકારે આ ડેમ ઉપર દરવાજા નાખવાની મંજૂરી આપવી જોઇએ અને બંધની ઊંચાઇ ૧૩૮ મીટર સુધી લઇ જવાની મંજૂરી આપવી જોઇએ.

નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બંધની હાલની ઉંચાઇ ૧ર૧.૯ર મીટરથી વધારીને ૧૩૮.૬૮ મીટર કરવામાં આવે તો ૪ર૭ કરોડ ઘનમીટર પાણીનો વધારાનો જથ્થો સંગ્રહ થઇ શકશે અને પાણીનો કુલ સંગ્રહીત જથ્થો ૪.૭૩ મીલીયન એકર ફીટ થશે. જેના કારણે ૬.૮ લાખ હેકટર જમીનને સિંચાઇનો લાભ મળશે. તદ્દઉપરાંત રીવરહેડ પાવરહાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસના વીજ ઉત્પાદનમાં ૪પ હજાર લાખ યુનિટ પ્રતિ વર્ષથી ૬૩ લાખ હજાર યુનિટ પ્રતિવર્ષ એટલે કે ૪૦ ટકાનો વધારો થશે.

નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના માટે આગામી વર્ષના અંદાજપત્રમાં રૂા. ૯,૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે હેઠળ શાખા નહેરો, વિશાખા નહેરો, પ્રશાખા-પ્રપ્રશાખા નહેરોના અંદાજે ૧૪,૦૮પ કિ.મી. લંબાઇના કામેા હાથ ધરાશે અને ૭૭,૧૪૪ હેકટર જમીનને સબમાઇનોર સુધી વિસ્તાર વિકાસ તેમજ ૪પ૪ જેટલી પાણી વપરાશકાર મંડળોની નોંધણી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર, ર૦૧ર સુધીમાં સરદાર સરોવર યોજનાની નહેરોના કુલ ર૧,૧૧૬.૧૯ કિ.મી. લંબાઇના મુખ્ય નહેર, શાખા નહેર, પ્રશાખા-પ્રપ્રશાખાના કામો પૂર્ણ કરીને ખેડૂતોને સિંચાઇની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ૭૪,૬ર૬ કિ.મી.ની નહેરો બાંધવાનું આયોજન છે. ઉપરાંત સરદાર સરોવર યોજનાનો પિયત વિસ્તાર આશરે ૧૮.૪પ લાખ હેકટર છે.

આ યોજનાથી રાજ્યના ૧પ જિલ્લાના ૭૩ તાલુકાના ૩૧૧ર ગામોની આશરે ૧૮.૪પ લાખ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળશે. મુખ્ય નહેરનું ૪પ૮ કિ.મી.ના કામો પૂર્ણ થયા છે અને શાખા નહેરોના ર૧પ૧ કિ.મી.ના કામો પણ પૂર્ણ કર્યા છે અને અનેક પંપીંગ સ્ટેશનો બનાવીને સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવાઇ છે. આ યોજનાના વિવિધ ઘટકો માટે ૩૧ ડિસેમ્બર સુધીમાં રૂા. ૩૮,પ૩૬.૧ર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરદાર સરોવર બંધની ડાઉન સ્ટ્રીમમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે ૧૧ કિ.મી. સુધીમાં ૩૦,૮૦૦ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થાય તે માટે ગરૂડેશ્વર પાસે વીયર બાંધવામાં આવી રહયો છે. જેનાથી પાણીના સ્ટોરેજ ઉપરાંત વધારાનું વીજ ઉત્પાદન મેળવી શકાશે. આ ઉપરાંત જમીન સંપાદન કરવા કરેલા મહત્વના નિર્ણયના કારણે કુલ ૧૬,૬૧૩ હેકટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવી છે. જે પૈકી ૧ર,પ૦૩ હેકટર જમીન ૮૩,૩૯ર ખેડૂતોની સંમતિથી રૂા. ૭૬૧ કરોડનું વળતર ચૂકવી સંપાદન કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર યોજનાના નદી તળના ભૂગર્ભ વિદ્યુતમથક તેમજ નહેર આમુખના જળવિદ્યુત મથકોના તમામ એકમો કાર્યાન્વિત કરી કુલ ૧૪પ૦ મેગાવોટની ક્ષમતા હાંસલ કરાઇ છે. અત્યાર સુધીમાં આ વીજમથકો દ્વારા રૂા. ૧૦,પ૦૦ કરોડનું વીજ ઉત્પાદન થયું છે. આ એકમોની સરાહનીય કામગીરી માટે વર્ષ ર૦૧૧માં ‘‘ઇનિર્શીયા એવોર્ડ-ર૦૧૧'' અને વર્ષ ર૦૧રમાં ‘‘વિશ્વકર્મા એવોર્ડ-ર૦૧ર'' તથા ‘‘ઇન્ડિયા પાવર એવોર્ડ-ર૦૧ર'' એનાયત કરવામાં આવ્યો છે.

નર્મદા યોજના અંગેની કાપ દરખાસ્તો વિપક્ષના સભ્યોએ પાછી ખેંચી હતી અને નર્મદા યોજનાની અંદાજપત્રીય જોગવાઇઓ વિધાનસભા ગૃહે સર્વાનુમતે મંજૂર કરી હતી.

English summary
Congress, which was in power in Gujarat for thirty years till 1990, was responsible for the "delay" in completing the Narmada dam project, Nitin Patel alleged on Monday.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more