PM મોદીને ચારે બાજુ રાહુલ ગાંધી જ દેખાય છે: ભરતસિંહ સોલંકી
પીએમ નરેન્દ્ર મોદીના પ્રહારો પર કોંગ્રેસના ભરત સિંહ સોલંકી આપ્યા જવાબ. પીએમ શાહજાદાને યાદ કર્યા તો ભરતસિંહે શાહના પુત્ર જય શાહને યાદ કરી એક પછી એક આપ્યા વળતા જવાબો. જાણો વધુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગૌરવ યાત્રામાં એક પછી એક કોંગ્રેસ પર અનેક આકારા પ્રહારો કર્યા હતા. તેના જવાબમાં કોંગ્રેસના ભરત સિંહ સોલંકીએ એક પ્રેસ કોન્ફર્ન્સ યોજી આ તમામ વાતોના જવાબ આપ્યા હતા. ભરત સિંહ સોલંકીએ જણાવ્યું કે પીએમ મોદીએ ગૌરવ યાત્રાના ભાષણમાં તેમના કાર્યકર્તાઓને ભાજપના ડૂબતા વહાણને કેમ બચાવવું તે અંગે સલાહ આપવી જોઇતી હતી. પણ તેમને તો ચારે બાજુ રાહુલ ગાંધી જ દેખાય છે. માટે તેમણે આ ભાષણમાં પણ રાહુલ ગાંધી વિષે જ વાત કરી.

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા માધવસિંહ સોલંકી અને બોફર્સના મુદ્દે ટિપ્પણીના જવાબમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે રાજીવ ગાંધીને આ કેસમાં ક્લીન ચીટ મળી છે. અને વધુમાં તેમના પિતા પર આ મામલે કોર્ટમાં કેસ ચાલે છે. પીએમ મોદીની ઇચ્છા હોય તો આ કેસને કોર્ટમાં પડકારી બદલાની રાજનીતિ રમી શકે છે. સાથે જ તેમણે સુજલામ સુફલામ જેવી યોજનામાં ભષ્ટ્રચાર કર્યો હોવાનો આક્ષેપ પણ મોદી સરકાર પર લગાવ્યો હતો.
વિકાસ ગાંડો થયો છે!
વધુમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે જેટલા મોટેથી નરેન્દ્ર મોદીને બરાડા પાડતા જોયા તે જોઇને લાગે છે કે વિકાસ ગાંડો થયો છે. સાથે જ ગુજરાત સાથે ભેદભાવની કોંગ્રેસની નીતિ પર ટિપ્પણી કરતા ભરત સિંહ સોલંકીએ કહ્યું કે ઇન્દિરા ગાંધી હોય કે રાહુલજી કોંગ્રેસ દ્વારા હંમેશા ગુજરાતી લોકોને અને ગુજરાતને માન સન્માન આપવામાં આવ્યું છે. અને તેમનો પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 1960માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું તે પછી તેના વિકાસનો શ્રેય કોંગ્રેસના હાથે જાય છે.
જીએસટી મામલે
જીએસટીમાં કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે તેવા પીએમ મોદીના આક્ષેપ પર ભરતસિંહ સોલંકીએ કહ્યું કે અત્યાર સુધી વેપારીઓને જીએસટી મામલે પોલીસ દ્વારા ડરાવ્યા પછી જ્યારે તેમને એમ થયું કે અમારું વહાણ ડૂબશે ત્યારે તેમણે આક્ષેપબાજી શરૂ કરી દીધી. વધુમાં તેમણે જણાવ્યું કે થોડા સમયમાં જ આખીને આખી દિલ્હીની કેબિનેટ ગાંધીનગરથી ચાલશે તેવું લાગી રહ્યું છે. કારણ કે વડાપ્રધાન ભયભીત થઇ ચૂક્યા છે. સાથે જ તેમણે કહ્યું કે રાહુલને શાહજાદા કહે છે પણ જય શાહ મામલે કેમ ભાજપનો કોઇ નેતા કંઇ બોલવા તૈયાર નથી.












Click it and Unblock the Notifications
