જૂની સચિવાલયમાં આગની ઘટનાને લઈને કોંગ્રેસે તપાસની માંગ કરી!
કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા અંગે સૌ ગુજરાત જાણે છે ત્યારે જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાના દસ્તાવેજ અને ફાઈલ સળગી ગયા.
કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા અંગે સૌ ગુજરાત જાણે છે ત્યારે જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ - ફાઈલ સળગી ગયા. હાઇકોર્ટના જજની દેખરેખ હેઠળ તટસ્થ તપાસની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જુના સચિવાલયના પંચાયત વિભાગના બ્લોક 16માં વિવિધ વિભાગની કચેરીઓમાં મુકેલા ૧૮ હજાર ગામોમાં નાણાકીય સહાયના મહત્વના દસ્તાવેજો તેમજ રેકોર્ડ આગમાં ખાક થઈ ગયા.

આશ્ચર્યની બાબત છે કે ગુજરાત સરકારના કિંમતી દસ્તાવેજો ખાક થયા અને અધિકારીઓની કચેરીમાં કઈ નુકસાન થયું નહીં. અગાઉ જી.એસ.પી.સી.માં ત્રીસ હજાર કરોડનું કૌભાંડ થયું હતું તે ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત થયા હતા જેની આજદિન સુધી કોઈ તપાસ કે વિગત બહાર આવી નથી. આગ લાગેલા વિભાગમાં ગરીબ કલ્યાણ મેળા, પંચાયતના પદાધિકારીઓ સામેની ફરીયાદો, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતને સુપરસીડ કે વિસર્જન અંગેની કામગીરી, પંચાયતના પ્રમુખની હવાઇ પ્રવાસની મંજુરી, તાલુકા-જિલ્લા પંચાયતને સ્વ ભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજુરી સહીતનાં દસ્તાવોજોની ફાઈલો આગમાં ખાખ થઇ ગયા હતા.
કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે આગ લાગી કે લગાવવામાં આવી હતી. શું પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો જાણી જોઈને ભસ્મીભૂત કરવામાં આવ્યા. આ અંગે તપાસ જરૂરી છે.
જુના સચિવાલયમાં લાગેલી આગમાં સમગ્ર રાજ્યના પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટના હિસાબો અનેક દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત ગંભિર ઘટના છતાં રાજ્યના મુખ્યમંત્રી, પંચાયત મંત્રી કે મુખ્ય સચિવ મૌન છે.
ગુજરાત પંચાયતની વાર્ષિક વિકાસ યોજના, જનરલ વિસ્તાર, ખાસ અંગભૂત યોજના, આદિજાતિ વિસ્તાર પંચવર્ષીય યોજના, દરખાસ્તનું ઘડતર, ખાસ અંગભૂત યોજના,પ્લાનિંગ કમિશન ન્યુ દીલ્હી સહિતની યોજનાને લગતી કામગીરી સહીતની ફાઈલોમાં કરોડો રૂપિયાના ભાજપના ભ્રષ્ટાચારની વિગતો જાણી જોઇને અગ્નિકાંડમાં હોમી દેવામાં આવી હોય તેવો પ્રથમ દૃષ્ટિએ શંકા ઉભી થાય ગ્રામ્ય વિસ્તાર સુધી નાણા પહોંચ્યા કે નહીં એની તપાસ ની ફાઈલો સળગી ગઈ સચિવાલય અગ્નિકાંડમાં ૧૮ હજાર ગામોના નાણાંના દસ્તાવેજો સળગી ગયા બધી જ શાખાઓનું રેકર્ડ સળગી ગયું છે, તમામ ફાઈલો શાખાઓમાં જ રહેતી હોય છે, માત્ર અધિકારીઓની ચેમ્બરો બચી છે. ત્યારે સમગ્ર સચિવાલય અગ્નિકાંડની નિષ્પક્ષ તપાસ હાઇકોર્ટના જજની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
