અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારને સત્વરે વળતર ચુકવવા કોંગ્રેસની માંગ!
ગુજરાતમાં બની રહેલા વારંવાર અકસ્માતમાં નિર્દોષ શ્રમિકોના ભોગ લેવાઈ રહ્યો છે, રાજ્યમાં ભાજપ સરકાર સેફ્ટી અને શ્રમિક કાયદાઓનો સદંતર અવગણનાઓને લીધે શ્રમિકો મોતને ભેટી રહ્યાં છે.
ગુજરાતમાં બની રહેલા વારંવાર અકસ્માતમાં નિર્દોષ શ્રમિકોના ભોગ લેવાઈ રહ્યો છે, રાજ્યમાં ભાજપ સરકાર સેફ્ટી અને શ્રમિક કાયદાઓનો સદંતર અવગણનાઓને લીધે શ્રમિકો મોતને ભેટી રહ્યાં છે. ગુજરાતમાં બનતા જીવલેણ અકસ્માત નિવારવા રાજ્ય સરકાર ગંભીરતા દાખવતી નથી. સબ સલામતીના બણગા ફુંકતી ભાજપ સરકાર શ્રમિકોના વારંવાર થતાં આકસ્મિક મૃત્યુમાં છતાં દરકાર લેતી નથી. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાઓ છતાં તંત્ર ઉઘતુ રહ્યું છે.

અમદાવાદમાં નિર્માણાધીન ઈમારતમાં કામ કરતા શ્રમિકોના મોત એ ઘણી દુઃખદ ઘટના છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ઘાયલ શ્રમિકોને યોગ્ય સારવાર મળે તે માટે સિવિલ તંત્રને રજૂઆત કરી હતી અને મૃતક પરિવારના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.
કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, બાંધકામ સ્થળ ઉપર કામ કરતા કામદારોની નોંધણી કરાવવાની જવાબદારી નક્કી કરવામાં આવે, મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવામાં આવે અને બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં આવે.












Click it and Unblock the Notifications
