For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરીની જીત, ભાજપે કરી ફરીથી ગણતરીની માંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ આવી ગયા છે. ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 21 બેઠક ભાજપે કબ્જે કરી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ આવી ગયા છે. ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 21 બેઠક ભાજપે કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસને 7 બેઠક મળી છે. અપક્ષના બે ઉમેદવારો જીત્યા છે. જ્યારે બે બેઠકનુ પરિણામ આવવાનુ હજુ બાકી છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી કલોલ જેવી બેઠક પર ભાજપે જીત મેળવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સતત ચર્ચામાં રહેતા કલોલના કોંગી ઉમેદવાર બળદેવજી ઠાકોર સહિત ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠક પર કોંગ્રેસની હાર થઇ છે.

Recommended Video

સાબરકાંઠા : જિલ્લામાં કોને મળ્યાં જનતાના આશિર્વાદ, જાણો કોણ બન્યું ધારાસભ્ય

congress

જો કે, સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરી જીતી ગયા છે. ભાજપે અહીં ફરીથી મત ગણતરીની માંગ કરી છે. આ બેઠક પરથી 2022ની ચૂંટણીમાં કુલ 9 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં અશ્વિન કોટવાલ (ભાજપ), ગામેતી બિપિનચંદ્ર રૂપસીભાઈ (આપ), ડાભી સવજીભાઈ લખમાભાઈ (ભારતીય જન પરિષદ), પાંડોર રવજીભાઈ વેલજીભાઈ (ભારતીય ટ્રાઇબલ પાર્ટી), ડૉ. તુષાર અમરસિંહ ચૌધરી. INC), પરમાર રાકેશકુમાર બાબુભાઈ (IND), રમેશકુમાર રામજીભાઈ મોડિયા (IND), શાંતિલાલ અસારી (IND), રોબિન્સનભાઈ સાયમનભાઈ ચૌહાણ (લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી)નો સમાવેશ થાય છે. આ બેઠક પર 71.73% મતદાન નોંધાયુ હતુ જે 2017ની ચૂંટણીની સરખામણીમાં 4.45% ઓછુ છે.

તમને જણાવી દઈએ કે ખેડબ્રહ્મા (ખેડબ્રહ્મા) એ ઉત્તર ગુજરાત પ્રદેશ અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક વિધાનસભા બેઠક છે. ખેડબ્રહ્મા સાબરકાંઠા લોકસભા/સંસદીય મતવિસ્તારનો ભાગ છે. આ બેઠકને સામાન્ય ગ્રામીણ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની 32 બેઠક પર સરેરાશ 62.02 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 65.65 ટકા અને સૌથી ઓછું ગાંધીનગરમાં 59.14 ટકા મતદાન નોંધાયું હતું. 32 બેઠક પર 86.33 લાખ મતદારો નોંધાયા હતા, જેમાંથી 53 લાખ 69 હજાર 726 લોકોએ મતદાન કર્યું હતું. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી. જ્યારે રાજ્યના સત્તાપક્ષ ભાજપને 14 બેઠકો મળી હતી.

English summary
Congress Dr. Tushar Chaudhary win Khedbrahma seat of Sabarkantha, BJP demands recount
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X