રાહુલ ગાંધી જનોઇધારી હિંદુ છે, કોંગ્રેસે સોમનાથ મામલે આપી સ્પષ્ટતા

Posted By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધીએ આજે સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના મંદિરમાં દર્શન કરીને તેમના નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. જો કે તે પછી ભાજપના સોશ્યલ મીડિયા પર એક ઇમેજ રજૂ કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ સોમનાથ મંદિર ખાતે બિનહિંદુ તરીકે નોંધણી કરાવાની વાત કરવામાં આવી હતી. જે પછી રાહુલ ગાંધીના ધર્મ મામલે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. તે પછી કોંગ્રેસના રાજદીપ સુરજેવાલાએ એક પ્રેસવાર્તા યોજીના આ અંગે સ્પષ્ટતા આપી હતી. કોંગ્રેસે આ અંગે કહ્યું કે રાહુલ ગાંધીની બિનહિંદુના રજીસ્ટ્રરમાં નોંધણીવાળી વાત ભાજપ દ્વારા ઉપજાવેલી છે. રાહુલ ગાંધીએ ખાલી સોમનાથની વિજીટીંગ ડાયરીમાં સહી કરી છે અને લખ્યું છે કે આ સ્થળ પ્રેરણાદાઇ છે.

congress

વધુમાં રાજદીપે આ પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે જ્યાં સુધી રાહુલ ગાંધીના ધર્મની વાત છે તો રાહુલ ગાંધી એક જનોઇ ધારણ કરનાર હિંદુ છે. તેમના નામકરણથી લઇને તેના પિતાના અંતિમ સંસ્કાર વખતના સમયમાં તે હિંદુ છે તે જ જાણવા મળે છે. તેમણે તેમના પિતાના અંતિમ સંસ્કાર વખતે જનોઇ પહેરી હતી. જે હિંદુ માન્યતા મુજબ પિતાના અંતિમ સંસ્કાર વખતે પહેરીને પૂજા વિધિ કરવામાં માટે જરૂરી છે. આમ કોંગ્રેસે આ મામલે ભાજપનો દોષ નીકાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને રાહુલ ગાંધી હિંદુ છે તે વાતની સ્પષ્ટતા આપી હતી.

English summary
Congress gave clarification on Somnath issue and Rahul Gandhi religion. Read here with more details on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.