ભાજપ સરકારની દલિત વિરોધી નીતિ સામે કોંગ્રેસ ના એક દિવસ ના ધરણા યોજાયા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ભાજપ સરકાર ની દલિત વિરોધી નીતિનો વિરોધ કરવા માટે કોંગેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે અને તેના ભાગ રૂપે દિલ્હી સહિત સમગ્ર દેશમાં એક દિવસ ના ધરણા કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાત માં પણ ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે ત્યારથી કોંગ્રેસ માં એક ડીસીપ્લીન જોવા મળી રહી છે અને 2019 ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

congress

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા એક દિવસના ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે કોગ્રેસ ચીફ અમિત ચવડાની અગેવાની માં ધરણા યોજાયા હતા અને.જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ ભાગ લીધો હતો. જોકે રાજકોટમાં કોંગ્રેસની આંતરિક જૂથ બંદી બહાર આવી હતી અને કોંગ્રેસ ના કાર્યકરો ની પાંખી હાજરી જોવા મળી હતી.

આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ ખૂબ મજબૂત છે અને ગુજરાત થી જ ભાજપ મોડલ નો પર્દાફાશ કરશે.

English summary
Congress has organized a day-long dharna against the anti-Dalit policies of the BJP government

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.