મહેસાણા જિલ્લામાં બેઉં બળિયા જેવો ઘાટ, તો ક્યાંક ત્રિકોણીયો જંગ

જો કે કોંગ્રેસની આ આશાઓ પર પાણી ફરી વળશે કે પછી પુરી થાય છે તે તો 20 ડિસેમ્બરે ખબર પડી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક અંશે કોંગ્રેસની આશા પુરી થઇ શકે તેમ છે પરંતુ અંતે તો કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતી છે.
ગત ત્રણ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે મહેસાણામાં સૌથી વધુ બે સીટો મેળવી શકી છે પરંતુ આ વખતે તેની નજર આ આંકડામાં વધારો કરવા પર મંડાયેલી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં વિધાનસભાની જે સાત સીટો છે તે આ પ્રમાણે છે-ખેરાલુ, ઉંઝા, વિસનગર, બહુચરાજી, કડી, મહેસાણા અને વીજાપુર. કડી વિધાનસભા સીટ પર ભાજપનો જ્ઞાતિ અને ગ્લેમરના તડકાની અસર વર્તાતી જોવા મળી રહી છે. નવા સીમાંકનમાં આ સીટ અનુસૂચિત જાતિ માટે અનામત થઇ ગઇ છે.
આ સીટ અનામત થતાં ગત વિધાનસભામાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર અને શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલને મહેસાણ સીટ પરથી મેદાને ઉતાર્યા છે. અને તેમની જગ્યાએ ભાજપે કડી વિધાનસભાની સીટ પરથી ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર હિતૂ કનોડીયાને કડીની સીટ પરથી મેદાને ઉતાર્યા છે. કનોડીયા પરિવારનું ગોલીવુડમાં એકહથ્થુ વર્ચસ્વ રહ્યું છે.
બાળ કલાકારના રૂપમાં ફિલ્મી દુનિયામાં સફરની શરૂઆત કરનાર હિતૂ કનોડિયાના પિતા નરેશ કનોડીયા અને કાકા મહેશ કનોડીયા એક દસકા સુધી ગુજરાતી સિનેમા જગત પર વર્ચસ્વ રહ્યું છે. આટલું જ નહી ભાજપે ગ્લેમરની સાથે સાથે જ્ઞાતિવાદ સમીકરણનો પણ તડકો લગાવવામાં આવ્યો છે, અનુસૂચિત જાતિના લોકો સાથે અહીં કડવા પટેલો પણ મોટી સંખ્યામાં છે. કનોડિયા પોતે અનુસૂચિત જાતિના છે જ્યારે પટેલ ભાજપની પરંપરાગત વોટબેંક છે. જેના કારણે નિતિન પટેલને ગત વિધાનસભાની ચુંટણીમાં જીત મળી હતી.
નિતિન પટેલ હવે મહેસાણા વિધાનસભાની સીટ પરથી ચુંટણી લડી રહ્યાં છે, જ્યાં તેમને મુકાબલો નટરવલાલ પીતાંબરદાસ પટેલ સાથે થશે. બંને પટેલ સમાજના છે અને તેમજ બંનેની નજર પટેલ સમુદાય પર ટકેલી છે. નિતિન પટેલ મોદી સરકારમાં મંત્રી છે તો નટરવલાલ ઇફકોના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. સહકારી ક્ષેત્રે તેમની મજબૂત પકડ છે. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં નિતિન પટેલની છાપ સારી છે. મહેસાણા દૂધ ઉત્પાદન માટે જાણીતું છે. મહેસાણાની દૂધ સાગર ડેરી પ્રોસેસિંગના ક્ષેત્રમાં દેશની સૌથી મોટી સહકારી ડેરી છે.
મહેસાણના સ્થાનિક લોકોનું કહેવું છે કે બંને પક્ષોના મજબૂત ઉમેદવાર છે, પરંતુ નિતિન પટેલનું પલ્લુ ભારે છે. તેમને નરેન્દ્ર મોદી સાથે અંગત સંબંધો છે જે બધા લોકો જાણે છે જેથી જીતની સંભાવના વધારે છે. નિતિન પટેલ જીતશે તો તે ફરીથી મંત્રી બનશે અને મહેસાણા જિલ્લાનો વિકાસ ચાલુ રહેશે. હા, જો કોંગ્રેસના ઉમેદવારે મજબૂતી સાથે ચૂંટણી લડશે તો પછી નિતિન પટેલને તે ટક્કર આપી શકે છે.
મહેસાણા જિલ્લાની ઉંઝા વિધાનસભાની સીટ ઇસબગુલ, જીરૂ, વરિયાળી જેવા મસાલાઓ માટેનું સૌથી મોટું વેપારી મથક છે. ઉંઝાની સીટ પરથી ભાજપના નારાયણભાઇ પટેલ ચુંટણી લડી રહ્યાં છે. તે ચાર વખત ચુંટણી જીત ચૂક્યા છે અને પાંચમી વખત મેદાને ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોલેજના પ્રોફેસર આશા પટેલ સાથે છે.
મહેસાણી જિલ્લાની બહુચરાજી સીટ પર ભાજપ ત્રિકોણીય જંગમાં ફસાયેલી છે. ભાજપે રજની પટેલને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે રાજેન્દ્ર સિંહ દરબારને ચુંટણીના જંગમાં ઉતાર્યા છે. ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)એ પ્રસિદ્ધ કથાકાર કિરીટભાઇ પટેલને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જેથી અહીં ત્રિકોણીયો જંગ ખેલાશે.
બહુચરાજી સીટ પર પટેલ સમુદાયનો દબદબો છે લગભગ 43 ટકા લોકો પટેલ સમુદાય છે. બે ઉમેદવારો પટેલ સમુદાયના હોવાથી તેમના વોટ વહેંચાય શકે છે. કિરીટભાઇ પટેલની છબિ સારી છે તો રજની પટેલ તાજેતરમાં ધારાસભ્ય હોવાથી સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યાં છે. બહુચરાજીના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં નરેન્દ્ર મોદીનો જાદૂ છે પરંતુ રજનીભાઇ પટેલે તેમના કાર્યકાળ દરમિયાના ખાસ કામ કર્યું નથી. ફક્ત તેમને જમીનના સોદા કર્યા છે.
જો કિરીટ પટેલને ભાજપે ટીકીટ આપી હોત તો ભાજપ માટે તેમની આ સીટ પાક્કી હતી. મારૂતિ સુઝુકીએ 400 કરોડ રૂપિયાના ખર્ચે બહુચરાજીમાં પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી છે. નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર મહિનામાં અહીંથી પોતાની વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી.
મહેસાણાના ખેરાલુ વિધાનસભા સીટ પર ભાજપની સારી સ્થિતી જોવા મળી રહી છે. ભાજપે ખેરાલુ સીટ પરથી ભરતસિંહ સોલંકીને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 2007માં તેમને 16 ટકાના અંતરે જીત હાંસિલ કરી હતી. ખેરાલુ સીટ પર ભાજપને કોંગ્રેસના બાબુજી ઠાકોર અને જીપીપીના પ્રવિણ પટેલનો સામનો કરવો પડશે. અહીં લગભગ 50 ટકા ઠાકોર સમાજની વસ્તી છે.
ગત વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર ઋષિકેશભાઇ પટેલે 25 ટકા મતોના અંતરે જીત પ્રાપ્ત કરી હતી. જેથી પાર્ટીએ આ વખતે પણ તેમને ટીકીટ આપી છે. 1997માં વિધાનસભાની ચુંટણીમાં ભાજપે સાત સીટોમાંથી પાંચ પર કબજો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસને બે સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. 2002ની ચુંટણીમાં ભાજપે છ સીટો મેળવી હતી જ્યારે કોંગ્રેસને એક સીટ પ્રાપ્ત થઇ હતી.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ





Click it and Unblock the Notifications
