For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોંગ્રેસ નેતૃત્વ ખતમ થઈ ગયુ, લોકોએ વિપક્ષને લાયક પણ ન સમજ્યુઃ સીએમ રૂપાણી

રાજ્યમાં કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી રહ્યુ. અહીં કોંગ્રસ ખુદ ખતમ થઈ ગઈ છે. લોકોએ તેમને વિપક્ષને લાયક પણ સમજ્યા નથી.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ કહેવુ છે કે, 'રાજ્યમાં કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી રહ્યુ. અહીં કોંગ્રસ ખુદ ખતમ થઈ ગઈ છે. લોકોએ તેમને વિપક્ષને લાયક પણ સમજ્યા નથી.' રૂપાણીએ કહ્યુ કે એક જ દળને સત્તામાં રહેવા દેવામાં આવે. તેમણે કહ્યુ કે જનતાએ કોંગ્રેસને સંપૂર્ણપણે ફગાવી દીધુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાત હાલમાં જ આવેલ ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મળેલી જીત બાદ કહી છે.

સુરતમાં કોંગ્રેસ બીજાથી ત્રીજા નંબરે ખસી

સુરતમાં કોંગ્રેસ બીજાથી ત્રીજા નંબરે ખસી

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય ભાજપાધ્યક્ષ સીઆર પાટિલની આગેવાનીમાં સત્તારૂઢ ભાજપે અહીં ફરીથી બધી 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી જીતી. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર શામેલ છે. ભાજપે આ શહેરોમાં 483 એટલે કે 85%, કોંગ્રેસે 46 એટલે કે 8% સીટો જીતી છે. વળી, મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસની આ વખતે કારમી હાર થઈ છે. જેનુ મોટુ કારણ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)નુ ગુજરાતમાં ચૂંટણી લડવુ રહ્યુ. આ બંને પક્ષો અહીં પહેલી વાર નગર નિગમની ચૂંટણી લડવા આવ્યા અને સારુ પ્રદર્શન કર્યુ.

આપને 27 સીટો, પહેલી વારમાં જ ચોંકાવ્યા

આપને 27 સીટો, પહેલી વારમાં જ ચોંકાવ્યા

ઘણા જિલ્લાઓમાં તો કોંગ્રેસ નગર સેવકોના મામલે કંઈ ખાસ મેળવી શકી નહિ. કોંગ્રેસને સુરતમાં જબરદસ્ત ઝટકો લાગ્યો. જ્યાં પાટીદાર કાર્ડ ખેલવા છતાં સુરત મહાનગરપાલિકાથી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા. સુરતની 120 સીટોમાંથી ભાજપે 97 સીટો જીતી. વળી, 27 સીટો જીતીને આપે ગુજરાતમાં પોતાની એન્ટ્રી દર્શાવી. આના કારણે કોંગ્રેસ બીજાથી ત્રીજા નંબરે ખસી ગઈ.

કુલ 2276 ઉમેદવારો હતા રાજ્યના 6 નગર નિગમોમાં

કુલ 2276 ઉમેદવારો હતા રાજ્યના 6 નગર નિગમોમાં

આ વખતે રાજ્યના 6 નગર નિગમોમાં કુલ 2276 ઉમેદવારે ચૂંટણી લડી હતી. જેમાંથી સૌથી વધુ ઉમેદવાર ભાજપે ઉતાર્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને જોતા આ ચૂંટણીને ઘણુ મહત્વ આપ્યુ હતુ. સીએમ વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રચાર-પ્રસારમાં કોઈ કમી ન છોડી. વળી, આપ અને એઆઈએમઆઈએમના નેતાઓએ પણ ઘણી જગ્યાએ સભાઓ કરી હતી. મનીષ સિસોદિયા દિલ્લીથી રોડ શો કરવા આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવાયોઆંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવાયો

English summary
Congress in finished, people do not consider them worthy of even being an Opposition: CM Rupani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X