અલ્પેશ ઠાકોરને રાધનપુરથી મળી ટિકિટ, ઠાકોર સેનામાં છવાઇ ખુશી

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસે આજે તેના 76 ઉમેદવારાના લિસ્ટ પછી વધુ એક લિસ્ટ બહાર પાડ્યું છે જે મુજબ ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ ફાળવવામાં આવી છે. આ સમાચાર મળતા જ ઠાકોર સેનામાં ખુશીનો માહોલ સર્જાયો હતો. અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાના કારણે અલ્પેશ ઠાકોર રાધનપુરમાં ઉમેદવારી ફોર્મ ભરવા તેમના કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા. વધુમાં તેઓ અહીં એક જનસભા પણ યોજશે અને લોકોને તેમને વોટ આપવા માટે અપીલ પણ કરશે.

Alpesh Thakor

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ત્રણ યુવા નેતાઓમાંથી એક ગણાતા અલ્પેશ ઠાકોરે ચૂંટણીની તારીખો જાહેર થઇ તે પહેલા જ રાહુલ ગાંધી સાથે પોતાની જોડાણ સ્પષ્ટ કર્યું હતું. અને તે માટે તે દિલ્હી પણ ગયા હતા. તે પછી ચર્ચા પણ હતી કે તેમને રાધનપુરથી કોંગ્રેસ એક ટિકિટ આપશે. ત્યારે આજે નામોની જાહેરાત બાદ તે વાત સ્પષ્ટ થઇ ગઇ છે. અને હવે તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ તરફથી રાધનપુરથી લડશે. ઉલ્લેખનીય છે કે આજે જ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ વડગામથી અપક્ષ નેતા તરીકે ઉમેદવારી ભરવાની જાહેરાત કરી છે. આમ બન્ને યુવા નેતાઓ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમનું શક્તિ પ્રદર્શન કરવાના છે.

English summary
Congress Leader Alpesh Thakor will contest election from Radhanpur. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.