વિજય રૂપાણીને ભરતસિંહે અમિત શાહના રબર સ્ટેમ્પ કહ્યા

Subscribe to Oneindia News

ભરતસિંહ સોલકીની પાંખ કાપી નાખવાની વાત વચ્ચે કોંગ્રેસ પ્રમુખે પ્રેસ કોન્ફરેસ કરીને ખુલાસો કર્યો હતો કે, ચાર ઝોનમાં પ્રમુખોની નિમણૂંક કરવાથી પક્ષને વધુ તાકાત મળે છે. આ નિમણૂક માં સામાજિક, રાજકીય, રાજ્યના દરેક વિસ્તારને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત તેમને કરી હતી. આ ઉપરાંત ભાજપ પર નિશાન તાકતા જણાવ્યુ હતુ કે, વિજય રૂપાણી અને જીતુ વાઘાણી, અમિત શાહના રબર સ્ટેમ્પ છે. તેમજ ભાજપને ડૂબતી નાવ સાથે સરખામણી કરી હતી. આ ઉપરાંત ભાજપના લોકોને ગપ્પાં મારવાની આદત હોવાનું પણ જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના માળખામાં થોડા સમય પહેલા ફેરફાર થયા હતા જેમાં ભરતસિંહ સોલંકીની સાથે બીજા ચાર પ્રદેશ કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હતી જે બાદ ભરતસિંહનુ પત્તુ કપાય ગયુ હોવાના સમાચારો ફરતા થયા હતા

bharat sinh

રાજકીય સૂત્રોનું કહેવું છે કે, શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ચાર કાર્યકારી પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાટીદાર નેતા પરેશ ધાનાંણી, કોળી નેતા, કુંવરજી બાવાળીયા, આદિવાસી નેતા તુષાર ચૌધરી અને કરસનદાસ સોનેરીનો સમાવેશ થતો હતો. પ્રદેશ પ્રમુખ હોવા છતાં તેમની સાથે ચાર કાર્યકારી પ્રમુખ નિમવા પાછળ એવું કારણ બહાર આવ્યું છે કે પ્રદેશ પ્રમુખ સોલંકી જિલ્લા કક્ષાનો પ્રવાસ ઓછો કરવો હતો. ઉપરાંત તેમની કાર્યપ્રણાલીથી પ્રદેશ કક્ષાના નેતાઓ પણ નારાજ હતા. આ તમામ બાબતોની રાષ્ટ્રીય મોવડી મંડળ આગળ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે દિલ્હી મોવડી મંડળે ચાર કાર્યકારી પ્રમુખની નિમંણૂક કરવાનો નિર્ણય લીધો છે

English summary
Congress leader Bharat singh solanki Press conference. Read here what he says about Vijay Rupani and Amit Shah.
Please Wait while comments are loading...