150માંથી એકડો જ્યારે નીકળી જશે ત્યારે ભાજપને ખબર પડશે

Posted By:
Subscribe to Oneindia News

બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશ સમેત ચાર રાજ્યોમાં ભાજપની જીત પછી પહેલી વાર ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ ખાતે એક તેમના સત્કાર અને આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહે કોંગ્રેસ તરફી જે અક્ષેપો કર્યા હતા તે અંગે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી હતી.

bharat solanki

આ અંગે બોલતા ભરતસિંહે જણાવ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને બફાટ કરવાની ટેવ છે. અમિત શાહ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે અમિત શાહ નરેન્દ્ર મોદીની છત્રછાયામાં આશીર્વાદ પામીને જેલમાંથી બનેલા રાષ્ટ્રીય અધ્યક્ષ "કોંગ્રેસ આવે છે" તેવા ગુજરાતની પ્રજાના અવાજથી ડઘાઈ ગયા છે.

Read also: અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નો શંખનાદ ફૂંક્યો

રાહુલ ગાંધી
અમિત શાહના રાહુલ બાબાએ ઇટાલિયન ચશ્મા પહેર્યા છે તેવી ટિપ્પણી પર ભરત સિંહે કહ્યું કે રાહુલ ગાંધી જેવા પ્રજા માટે સંઘર્ષ કરતા નેતા ભાજપમાં કોઈ નથી. મોદી સરકારમાં 153થી વધારે સૈનિકો શાહિદ થયા, 12થી વધુ અધિકારીઓ શાહિદ થયા અને 790થી વધારે વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું

નવેમ્બર ચૂંટણી

ભરત સિંહે કહ્યું કે અમિત શાહ નવેમ્બરમાં ચૂંટણીનો સંકેત આપે છે એટલે હજુ કઈ તોડફોડ અને ગોઠવણ કરી ચૂંટણી જીતવાના સપના જોઈ રહ્યા છે. 150માંથી એકડો એમનો નીકળી જશે ત્યારે ગુજરાયની પ્રજાના તેવરનો ભાજપને ખ્યાલ આવશે.

રૂપાણી પર કટાક્ષ

મોદી-શાહની રંગ-બિલ્લાની જોડીને ગાંધી-સરદાર સાથે સરખાવી દેશના રાષ્ટ્રપિતા અને લોખંડી પુરુષ સરદારનું અપમાન બરાબર છે રૂપાણીની બુદ્ધિ બેર મારી ગઈ હોય એમ લાગે છે. આ નિવેદન મુદ્દે રૂપાણીયે માફી માંગવી જોઈએ અને રાજીનામુ આપવું જોઈએ.

English summary
Congress Leader Bharat Singh Solanki reaction on Amit Shah's speech.
Please Wait while comments are loading...