ભરતસિંહ સોલંકીના ઘરમાં તેની પત્નિની રેડ, અન્ય યુવતી સાથે રંગે હાથ ઝડપાયા, વીડિયો વાયરલ!
ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને મોટા નેતા ભરતસિંહ સોલંકીનો વિવાદો સાથે જુનો સંબંધ રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત ભરતસિંહ સોલંકી વિવાદોમાં ફસાયા છે. હાલ ભરતસિંહ સોલંકીના ઘરના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.
ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને મોટા નેતા ભરતસિંહ સોલંકીનો વિવાદો સાથે જુનો સંબંધ રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત ભરતસિંહ સોલંકી વિવાદોમાં ફસાયા છે. હાલ ભરતસિંહ સોલંકીના ઘરના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ વીડિયો ભરતસિંહની પત્નિએ ભરતસિંહના ઘરમા રેડ કરી દે દરમિયાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આ વીડિયોએ નવો વિવાદ સર્જ્યો છે. વીડિયોમાં ભરતસિંહ સોલંકી, તેમની પત્ની રેશ્મા પટેલ અને અન્ય એક યુવતી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, તેની પત્ની રેશ્મા પટેલે ઘરમાં ઘૂસી ભરતસિંહ સોલંકીને અન્ય યુવતી સાથે રંગે હાથે પકડ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
Tharki Gujarat congress leader
— Nandini Idnani 🚩🇮🇳 (@nandiniidnani69) June 1, 2022
#BharatSolankee caught red handed by his wife than she gave him vitamins 😂🤣
He abused Lord Ram on 22nd May than this ..... Karma
Chintan shivir 😜😂🤣#BharatsinhSolanki pic.twitter.com/VzMaYVlARm
ભરતસિંહ સોલંકી આણંદમાં તેના બંગલામાં હતા ત્યારે રેશ્મા પટેલ તેમના ઘરે પહોંચી હતી અને ઝપાઝપી કરી અને બૂમો પાડવા લાગે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. વાયરલ વીડિયો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે રેશ્મા પટેલની સાથે રહેલા એક વ્યક્તિએ તેને મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રેશ્મા પટેલ ઘરનો દરવાજો ખોલે છે ત્યારે ભરતસિંહ દોડીને આવે છે અને રેશ્મા પટેલને અંદર આવતા અટકાવે છે અને પોલીસને બોલાવવાનું કહે છે. જો કે, રેશ્મા પટેલ અને તેની સાથેના માણસો ઘરમાં ઘૂસી જાય છે અને રેશ્મા પટેલ ઝડપથી છોકરીને પકડી લે છે અને તેને મારવાનું શરૂ કરે છે. તેના વાળ પણ ખેંચે છે. આ દરમિયાન વીડિયોમાં ભરત સિંહ તેને રોકતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. અગાઉ રેશ્મા પટેલ અને ભરતસિંહે એકબીજાને જાહેર નોટિસ પણ મોકલી હતી. જેમાં રેશ્મા પટેલે આરોપ લગાવ્યો હતો કે તેને હેરાન કરવામાં આવી રહી છે અને ઘરમાંથી કાઢી મુકવામાં આવી રહી છે. ભરતસિંહ પર તેની છેડતી કરવાનો અને તેને છૂટાછેડા માટે દબાણ કરવા માટે રાજકારણમાં તેના પદનો દુરુપયોગ કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.
રેશ્મા પટેલની નોટિસના જવાબમાં ભરતસિંહ સોલંકી નોટિસ મોકલી હતી કે, તે છેલ્લા ચાર વર્ષથી રેશ્મા પટેલ સાથે નથી રહેતા અને ચેતવણી આપી હતી કે કોઈ પણ વ્યક્તિ તેની પત્ની સાથે નાણાકીય લેવડદેવડ કરે તો તેણે પોતાના જોખમે સંબંધ બાંધવો. તેમના નામ અને ઓળખનો ઉપયોગ કરશો નહીં અને જો કોઈ કરે તો તે જવાબદાર રહેશે નહીં. જે બાદ રેશ્મા પટેલે આ મામલે રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી, ત્યારબાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. પોલીસ પાસેથી રક્ષણની માંગ કરતા તેણે ફરિયાદ કરી હતી કે તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી રહ્યી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
