
બનાસકાઠાના કોંગ્રેસના આગેવાનો સી.આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
ભાજપ અધ્યક્ષ સી.આર પટીલની ઉપસ્થિતિમાં દાંતાના કોંગ્રેસ આગેવાનો પોતાના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે ખેસ પહેરીને વિવિધવત ભાજપમાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ ભવ્ય જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ભાજપ કોંગ્રેસની વૉટબેન્ક ગણાતી આદિવાસી સમાજને પોતાના તરફ કરવા માટે આદિવાસી નેતાઓને પોતાના તરફ કરી રહ્યા છે.
ભાજપમા આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય આદિવાસી નેતા આશ્વિન કોટવાલ, પાટીદાર નેતા હાર્દિક પટેલ, ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમાર સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં મોટી સંખ્યામાં જોડાઇ ચૂક્યા છે. તેમજ સાથે જ ગુજરાતમાં ઉદય થઇ રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.
આજે બનાસકાંઠાના દાંતા તાલુકના કેગ્રેસના નેતા સ્વરૂપભાઇ રાણાએ સી.આર પાટીલના હાથે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે કોંગ્રેસના સમર્થક સરપંચ અને કોંગ્રેસ કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા હતા.
આ પ્રસંગે સ્વરૂપભાઇ રાણાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે ભાજપને જીત આપાવાની છે. વિકાસની યાત્રાને આગળ લઇ જવાની છે.
પૂર્વ પોલીસ અધિકારી સ્વરૂપભાઇ પર અનેક પ્રકારના કેસ થયેલા હોઇ તેને દૂર કરવા માટે ભાજપમાં જોડાવાને લઇને પત્રકારો દ્વારા પ્રશ્ન કરતા રાણાએ જણાવ્યું હતુ કે, આ પ્રકારને ખોટી નામ વગરની અરજી કરવામાં આવી છે આ વાતમાં કોઇ તથ્ય નહી હોવાનું જણાવ્યુ હતુ.
ચૂંટણી લડવાને લઇને રાણાએ જણાવ્યુ હતુ કે, પક્ષ દ્વારા જે જવાબદારી સોપવામાં આવશે તે સ્વીકારીશ. તેમજ ચૂંટણી લડવા કહેશે તો લડવાનું જણાવ્યું હતુ.