કોંગ્રેસના "ચાણક્ય", અહેમદ પટેલનો આજે છે જન્મ દિવસ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત કોંગ્રેસના સંસદ સભ્ય અહેમદ પટેલનો આજે 67 જન્મ દિવસ છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે હાલમાં ભારે ઊથલપાથલ બાદ રાજ્યસભાની ચૂંટણી જીતી છે. આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તે કોંગ્રેસના દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના 43 ધારાસભ્યો સાથે મળશે. અને ગુજરાત કોંગ્રેસની આગળની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરશે. મૂળ ભરૂચના તેવા પટેલ ગુજરાત લોકસભામાંથી 3 વાર ચૂંટાઇને આવી ચૂક્યા છે અને રાજ્યસભામાં આ વખતે 5મી વાર ચૂંટાયા છે. એટલું જ નહીં તે અત્યાર સુધીના એક માત્ર મુસ્લિમ નેતા છે જેમણે સંસદ સભ્ય તરીકેનું પદ ગત 5 વખતથી સાચવી રાખ્યું છે.

Ahmed patel

એટલું જ નહીં અહેમદ પટેલ સોનિયાજીના રાજકીય સલાહકાર પણ છે. ત્યારે ગુજરાત આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અને હારની સંભાવના નક્કી કરવામાં અહેમદ પટેલ હાલ મહત્વનો ભાગ ભજવશે. વધુમાં રાજ્યસભાની ચૂંટણીની જીત બાદ જ તેમણે કહ્યું હતું કે મને જીતાડનાર તમાર ધારાસભ્યાને આવનારી ચૂંટણીમાં જીતની જવાબદારી હું લઇ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે બે વોટ ચૂંટણી પંચ દ્વારા નાબૂદ કરાવ્યા હતા. તેની વિરુદ્ધ ભાજપ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અને તે અંગે પણ આજે સુનવણી થવાની સંભાવના છે. ત્યારે અહેમદ પટેલને વનઇન્ડિયા તેમના જન્મ દિવસે શુભકામના પાઠવી રહ્યું છે.

English summary
Congress Member of Parliament Ahmed Patel Birthday today. Read some interesting facts about him here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.