ધારાસભ્ય કામિનીબા રાઠોડને ટીંગાટોળી કરી ગૃહની બહાર લઇ ગયા

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય કામિનીબા રાઠોડ દ્વારા આશા વર્કર બહેનોના વેતન સંદર્ભે પુછાયેલા સવાલ બાદ હોબાળો થયો હતો. આ સવાલ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગત રોજ વિશ્વ મહિલા દિવસે રાજ્યભર માંથી મહિલાઓની અટકાયતનો મુદ્દો ઉઠાવતા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ હંગામો થયો હતો. અને ધારાસભ્ય કામિનીબા રાઠોડ હંગામા વચ્ચે વેલમાં ધસી આવતા મહિલા સાર્જન્ટોએ તેમને ટીંગાટોળી કરી બહાર લઇ ગયા હતા. આ ઘટનાને પગલે ગૃહ અડધો કલાક માટે મુલત્વી રાખવામાં આવ્યો હતો.

congressvirodh

વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન કોંગ્રેસના મહિલા ધારાસભ્ય કામિનીબા રાઠોડે આશાવર્કર બહેનોના પ્રશ્નના સંદર્ભમાં મહિલા દિવસે માંડવીકાંડની પીડિતા અને કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે થયેલા વર્તન અને અટકાયતનો ઉલ્લેખ કરતાં જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી આ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ પણ 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, મહિલા વિરોધી યે સરકાર નહીં ચલેગી'ના નારા પોકાર્યા હતા.

English summary
Congress MLA kaminiba Rathore Protest in assembly today.
Please Wait while comments are loading...