For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ મતોનું રાજકારણ ખેલે છે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 11 ઑક્ટોબર : ગુજરાતમાં એક મહિના અગાઉ બહુચરાજીથી શરૂ થયેલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિવેકાનંદ વિકાસ યાત્રાનું આજે મધ્ય ગુજરાતના વિવિધ સ્થળોએ જાહેર સભા બાદ સમાપન થવાનું છે. યાત્રાના છેલ્લા દિવસની પ્રથમ જાહેર સભા ખેડા જિલ્લાના ફાગવેલમાં યોજાઇ હતી જેમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર ગૌવધ અંગે આક્ષેપો કરી હિન્દુ મતોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ ફાગવેલની જાહેર સભામાં જણાવ્યું કે વર્ષો પહેલાનું મીડિયા આજ જેવું ન હતું. આજે મીડિયાને ચટપટા સમાચારોમાં વધારે રસ પડે છે અને એટલે જ હવે લોકો પણ ચટપટા સમાચાર ના હોય તો ન્યૂઝ ચેનલ બદલી નાંખે છે. સત્ય બદલાઇ ગયું છે.

તેમણે જણાવ્યું કે ભાથીજી મહારાજે ગાયની રક્ષા માટે બલિદાન આપ્યું. ગૌરક્ષા માટે ભારતમાં વિનોબા ભાવે ઉપવાસ કર્યા, બંધારણમાં ઉલ્લેખ કરાયો છે, સુપ્રીમ કોર્ટે ગૌવધ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આમ છતાં દિલ્હીની સરકારના પેટનું પાણી હાલતું નથી. કારણ કે તેઓ વોટ બેંકનું રાજકારણ રમે છે. આ કારણે ગાયોના વધ થાય છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે "મારે ફાગવેલના લોકોને પૂછવું છે કે કોંગ્રેસવાળા 5 વર્ષ પહેલા ભાથીજી મહારાજને મોટા ઉપાડે લેવા આવ્યા હતા. ચૂંટણી પૂરી તઇ પછી કશું જ કર્યું નહીં. આ તેનો રાજકીય દૂરઉપયોગ કહેવાય કે નહીં? દિલ્હીમાં તેમણે 60 વર્ષ સત્તા ભોગવી ત્યારે ભાથીજી મહારાજ કેમ યાદ ના આવ્યા? પાંચ વર્ષ સુધી તેમણે કેમ ડોકિયું પણ ના કર્યું? ભાથીજી મહારાજ સાથે છેતરપિંડી કરી છે. તે માટે મહારાજ માફ નહીં કરે. કાવાદાવા કરનારને મહારાજે સજા આપી છે."

ભાથીજી મહારાજને મળવા હું પણ આવ્યો હતો. તેમના આશીર્વાદ મને મળ્યા હતા. આજે હું તેને રિન્યુ કરાવવા આવ્યો છું. હું આ પછી પણ અહીં આવતો રહીશે. કોઇ પણ પ્રસંગ વિના અહીં આવીશ.

મોદીએ જણાવ્યું કે આણંદ અને ખેડાની ધરતીએ દેશમાં દૂધની શ્વેતક્રાંતિ કરી હતી, અહીં હળિયાળી ક્રાંતિ પણ થઇ હતી. કોંગ્રેસને પશુપાલકોની પડી નથી. સરકાર માંગ્યા વગર આપે છે.

English summary
Congress playing vote bank politics : Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X