For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજથી શરૂ કરશે ચૂંટણીનો જયઘોષ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. તે આજથી સૌરાષ્ટ્ર ખાતે ગુજરાત વિધાનસભા ચૂંટણના શ્રી ગણેશ કરશે. જાણો તેમનો ત્રણ દિવસનો કાર્યક્રમ અહીં.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી એટલે કે 25મી સપ્ટેમ્બરથી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાત પર છે. ગુજરાતના આ પ્રવાસ દરમિયાન તે સૌરાષ્ટ્રના વિસ્તારોને આવરશે. જેની શરૂઆત તે દ્વારકાથી કરશે. આગામી ૨૫,૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાતના લોકો સાથે સીધો જન સંવાદ કરશે. અને તેની સાથે જ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જયઘોષ કરશે. નોંધનીય છે કે કોંગ્રેસના યુવરાજ પહેલા તબક્કે સૌરાષ્ટ્રાના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તે જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરી, વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. દ્વારકાથી તે સૌરાષ્ટ્રાના નાના ગામડાંએ અને શહેરની મુલાકાત કરશે. વળી આ કાર્યક્રમ દરમ્યાન તે સૌરાષ્ટ્રાના પ્રસિદ્ધ ચોટીલા ખાતે માં ચામુડા માતા અને લેવાઉ પટેલ સમાજના કુળદેવી માં ખોડલધામના પણ દર્શન કરશે. આમ રાહુલ ગાંધી ત્રણ દિવસ દરમ્યાન ગ્રુપ મીટીંગ, રોડ શો અને જાહેર સભા કરશે. ત્યારે નજર કરીએ રાહુલ ગાંધીના આ કાર્યક્રમ પર...

rahul gandhi

25 સપ્ટેમ્બર

25 સપ્ટેમ્બરે સવારે રાહુલ હવાઇ માર્ગે મીઠાપુર ખાતે ઉતરાણ કરશે. જ્યાંથી તે સવારે 10 કલાકે દ્વારકાધીશના દર્શન કરી જન સંવાદની શરૂઆત કરશે. સાથે જ જ 11 કલાકે દ્વારકા થી બારાડીયા, ભાટીયા અને જામખંભાળિયા લોકોને મળશે. અને રાત્રી રોકાણ જામનગર ખાતે કરશે

26 સપ્ટેમ્બર

26 તારીખે સવારે 10 કલાકે જામનગરથી ધ્રોલ જશે. જ્યાં ધ્રોલમાં તે જનસભાને સંબોધશે.ધ્રોલની સભા બાદ ટંકારા અને વાંકાનેરમાં પણ સભા કરશે. વાંકાનેર બાદ સાંજે 5 વાગે રાજકોટ પ્રવેશ
રાત્રી રોકાણ કરશે.

27 સપ્ટેમ્બર

27 તારીખે સવારે 10 વાગે રાજકોટથી ચોટીલા જશે. ચોટીલાનો ડુંગર ચઢી માં ચામુંડાના દર્શન કરશે. તે પછી જસદણમાં રાહુલની જાહેર સભા કરશે અને ત્યાંથી ખોડલધામ જશે. અને ત્યાંથી પાટીદારો જોડે પોતાનો જનસંપર્ક વધારશે.

English summary
Congress Rahul Gandhi is on three days election tour in Gujarat. Read here his full programme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X