રાહુલ ગાંધી 24-25 નવેમ્બરે ગુજરાતમાં, માછીમારોને મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 24 અને 25 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત કરશે. જેમાં તે માછીમારો, ડોક્ટર્સ, શિક્ષકો સાથે કરશે વાતચીત

રાહુલ ગાંધી 24 નવેમ્બર અને 25 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતને ઘમરોળશે. આ દરમિયાન પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ બાહર પડે તેવી શકયતા છે. ચૂંટણી નજીક આવાત જ ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની ફોજ કોંગ્રેસે ઉતરી છે. તેમાં રાહુલ ગાંધી પોરબંદરથી પોતાની યાત્રાનો પ્રારંભ કરશે. આ યાત્રામાં તે પોરબંદરના માછીમાર સમાજને પણ મળશે. સાથે ડોક્ટર્સ, દલિત સમાજ એમ તમામ નાના મોટા વર્ગના લોકો સાથે ચર્ચા કરશે. અને તેમને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરશે. વધુમાં રાહુલ ગાંધીની આ મુલાકાત પોરબંદર, અમદાવાદ, વડોદરો જેવા શહેરોમાં ફરશે અને જનસંપર્ક વધારશે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આ બે દિવસના કાર્યક્રમ પર વિગતવાર જાણાકારી મેળવો અહીં...

Modi- Rahul

24 નવેમ્બરનો કાર્યક્રમ

10 AM : રાહુલ ગાંધી દિલ્હીથી પહોંચશે પોરબંદર એરપોર્ટ

11 AM :પોરબંદરમાં માછીમારો સાથે મુલાકાત

1-15 PM : પોરબંદરથી અમદાવાદ એરપોર્ટ આવશે.

2-30 PM : સાણંદમાં દલિત સ્વાભિમાન સભામાં હાજરી આપશે.

4-15 PM : અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ડોક્ટર્સ તેમજ મેડીકલ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે.

5-30 PM : રાહુલ, અધ્યાપકો અને પ્રાથમિક શાળાનાં શિક્ષકો સાથે સંવાદ કરશે.

7-30 PM : અમદાવાદનાં નિકોલ ખાતે સભા અને અમદાવાદમાં રાત્રિ રોકાણ.

25 નવેમ્બરનો કાર્યક્રમ

10-15 AM રાહુલ ગાંધી કોંગ્રેસી નેતા ઈરશાદ બેગ મિરજાનાં અમદાવાદમાં રહેતા પરીવારજનોને સાંત્વના આપવા જશે. ઉલ્લેખનીય છે કે ઇરશાદ બેગનું હાલમાં લાંબી બિમારી બાદ નિધન થયું છે.

11-15 AM : દેહગામ ખાતે કાર્યક્રમ

12-10 PM : અરવલીનાં બાયડમાં મીટીંગ

1-05 PM : બાયડનાં સાંતભા ખાતે લોક મુલાકાત

2-10 PM : લુણાવાડામાં મિટીંગ

3-15 PM : સંતરામપુરમાં મિટીંગમાં

4 PM : મારગડામાં રાહુલની જનસભા

4-50 PM : દાહોદનાં મવુડા ચોકડી ખાતે કોર્નર મિટીગ અને પછી રાત્રે રાહુલ વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X