સોમનાથમાં દર્શન કરી રાહુલ ગાંધી આજે ગુજરાતમાં કરશે પ્રચાર

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. જેમાં તે ગુજરાતમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સોમનાથ, સાવરકુંડલા, અમરેલીમાં જઇ ચૂંટણી પ્રચાર કરશે. આ માટે રાહુલ ગાંધી બપોરે એક વાગે સોમનાથ આવી પહોંચશે જ્યાંથી તે ગીર સોમનાથ થી અમરેલીની તેમની આ યાત્રાની શરૂઆત કરશે. અહીં તે સૌ પ્રથમ સોમનાથ મંદિરમાં દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાતમાં છે. અને ગુજરાતમાં તે સોમનાથ પાસેના ગામમાં જ જનસભા કરવાના હોઇ બપોરના સમયે તે પણ સોમનાથ મંદિરના દર્શન કરવા જઇ શકે તેવી સંભાવના રહેલી છે. ત્યારે બન્ને શકે કે આજે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બન્ને સોમનાથમાં સાથે હોય.

rahul Gandhi

વધુમાં રાહુલ ગાંધી આજે રાહુલ ગાંધી વિસાવદર, સાવરકુંડલા અને અમરેલીમાં જનસભા કરશે અને કોર્નર મીટિંગ પણ કરશે. નોંધનીય છે કે ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં રાહુલ ગાંધીને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે આજે મોદી અને રાહુલ બંન્ને ગુજરાતના અલગ અલગ સ્થળો પર ચૂંટણી પ્રચાર કરવાના છે. ત્યારે તે બન્ને નેતાઓ એક બીજા પર કેવા પ્રહાર કરશે છે તે જોવાનું રહ્યું. ત્યારે નીચે વાંચો રાહુલ ગાંધીનો કાર્યક્રમ..

29 નવેમ્બરનો રાહુલ ગાંધીનો કાર્યક્રમ

1:00 PM સોમનાથ મંદિરના દર્શન

3:00 PM વિસાવદરમાં જનસભા

4:30 PM સાવરકુંડલામાં જનસભા

7:00 PM અમરેલીમાં જનસભા

English summary
Congress, Rahul Gandhi will campaign for Gujarat elections today. Read his one day programme here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.