For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠા દિયોદર ખાતે મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસે જનચેતના આંદોલન દ્વારા કર્યા દેખાવો

બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન સમયમાં મોંઘવારીના વિરોધમાં દેખાવો કરી ઠેર-ઠેર આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન સમયમાં મોંઘવારીના વિરોધમાં દેખાવો કરી ઠેર-ઠેર આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે. જેમાં દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે દિયોદર લાખની તાલુકા સમિતિ દ્વારા જનચેતના આંદોલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સૌ પ્રથમ કારોબારીની બેઠક મળી હતી. બેઠક બાદ મોંઘવારી વિરુદ્ધ રેલી યોજી દિયોદર મામલતદાર કચેરી ખાતે પેટ્રોલ અને ડીઝલના ભાવ પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Recommended Video

બનાસકાંઠા : દિયોદર ખાતે મોંઘવારીના વિરુદ્ધમાં જનચેતના આંદોલન દ્વારા કોંગ્રેસના દેખાવો

congress

આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ કે વર્તમાન સમયે સરકારની નિષ્ફળતા જેવી કે અઢી દાયકાના સમયથી ભાજપના પ્રજા વિરોધી શાસનમાં ગરીબો અને વંચિતો સહિત સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. રોજેરોજ પેટ્રોલ અને ડીઝલ સહિત દૈનિક જીવનની જરૂરિયાત સહિતની ચીજવસ્તુઓ ખરીદવાનુ સામાન્ય પ્રજાજનો માટે અત્યંત મુશ્કેલ બન્યુ છે. દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવવધારાના કારણે ગુજરાતની સામાન્ય જનતા પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. જેના અનુસંધાને જનચેતના શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં સરકાર દ્વારા તાત્કાલિક આવા ભાવો પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કોંગ્રેસની રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર પાઠવ્યુ હતુ. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ ગઢવી, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

English summary
Congress rally against inflation at Banaskantha Diyodar through Jan Chetana Andolan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X