For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ-હરિયાણાની જેમ ગુજરાતમાં પણ કૃષિ બિલોના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન

કેન્દ્ર સરકારના કૃષિ બિલોના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી ખેડૂત નેતાઓ સાથે રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ગાધીનગરઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલોના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી ખેડૂત નેતાઓ સાથે રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ ગુજરાતમાં પંજાબ-હરિયાણાની જેમ ખેડૂતો સાથે રસ્તા પર ઉતરવાનુ એલાન કરી દીધુ છે. બિલોને ખેડૂત વિરોધી ગણાવીને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ સાંસદ રાજીવ સાતવે કહ્યુ છે કે અમે ભાજપ સરકાર સામે પૂરજોરમાં અવાજ ઉઠાવીશુ.

congress

ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ કહ્યુ કે મોદી સરકાર જે 3 બિલો લઈને આવી છે તેના વિરોધમાં દેશભરના ખેડૂત ઉતરી પડ્યા છે. અમારી પાર્ટી પંજાબ તેમજ હરિયાણાની જેમ ગુજરાતમાં પણ એક આંદોલન ઉભુ કરશે. 28 સપ્ટેમ્બરે ગવર્નર હાઉસ સુધી કૂચ બાદ 2 ઓક્ટોબરે રાજ્યના બધા જિલ્લા તેમજ તાલુકા મુખ્યાલયો પર કોંગ્રેસ કાર્યકર્તા રેલી તેમજ ધરણા કરશે. ત્યારબાદ અમે 4 ઝોનમાં ખેડૂત સંમેલનોનુ આયોજન કરીને ખેડૂતોને તેમના હકો માટે જાગૃત કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ કે ભાજપ સરકાર ઈસ્ટ ઈન્ડિયાની જેમ દેશમાં કંપની રાજ સ્થાપિત કરવા માંગે છે. કોંગ્રેસે ખેડૂતોને જમીનોના માલિક બનાવ્યા પરંતુ ભાજપની સરકાર તેમને કૉન્ટ્રાક્ટ લેબર બનાવવા માંગે છે. અમે તૈયારી કરી લીધી છે કે આગામી 2 ઓક્ટોબરે રાજ્યના બધા જિલ્લા તેમજ તાલુકા મુખ્યાલયો પર કોંગ્રેસ કાર્યકર્તા રેલી કાઢશે. ખેડૂતો સાથે ધરણા આપવામાં આવશે.

'બિહારમાં મુદ્દાઓની કમી હોય તો મુંબઈથી પાર્સલ કરાવી લો''બિહારમાં મુદ્દાઓની કમી હોય તો મુંબઈથી પાર્સલ કરાવી લો'

English summary
Congress's agitation with farmers across the gujarat state against farm bills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X