For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદીપસિંહજી જાડેજાએ શક્તિસિંહ ગોહિલ પર કર્યો વળતો પ્રહાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shaktisingh-pardipsingh
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી: વિરોધપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિ‌લે કર્યો આક્ષેપ હતો કે રાજ્યના મુખ્યમંત્રી પોતાના ભ્રષ્ટાચારને છાવરવા માટે પ્રજાની તિજોરીમાંથી કરોડોનો ખર્ચ કરીને લોકાયુક્તની નિમણૂકમાં વિલંબ થાય તેવો કારસો ઘડી રહ્યા છે. ત્યારે તેના જવાબમાં રાજ્યના કાયદામંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારે લોકાયુક્તની નિમણૂંક અંગે જે રીવ્યુ પીટીશન કરી છે તેમાં લોકાયુક્તની નિમણૂંક બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતની બે અલગ અલગ બેન્ચ દ્વારા ગુજરાત અને કર્ણાટકમાં લોકાયુક્તની નિમણૂંકોના કાયદાની જોગવાઇ અંગે એક જ વિષય બાબતે બે ભિન્નભિન્ન સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા છે.

જે આવનારા સમયમાં ઘણા જ મહત્વના બંધારણીય અને કાયદાના પ્રશ્નો ઉપસ્થિત કરી શકે એમ છે જેથી આ સંજોગોમાં આખી આ બાબત સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચ સમક્ષ રજૂ થાય જેથી ભવિષ્યમાં પણ આ વિષય સંબંધે કોઇ સંદિગ્ધતા રહે નહીં અને લોકાયુક્તની નિમણૂંકમાં અને તેમની કાર્યવાહી બાબતે તમામ બંધારણીય સત્તાઓ વચ્ચે અને તેમના અધિકારો બાબતે એકસૂત્રતા જળવાઇ રહેવી જોઇએ તેવો દૂરંદર્શી આશય ગુજરાત સરકારનો રહ્યો છે.

આ સંદર્ભમાં શક્તિસિંહ ગોહિલે આ સમગ્ર બાબત સર્વોચ્ચ અદાલતમાં રીવ્યુ પીટીશનથી ન્યાયધિન છે (સબજયુડીસ) તેમ છતાં ચૂંટણીમાં જનતાએ આપેલી નાલેશીભરી હારથી હતાશ બનીને તેમની જૂઠાણાની આદતી પરંપરા પ્રમાણે રાજકીય આક્ષેપબાજી કરી છે. શક્તિસિંહ ગોહિલનું નિવેદન હકીકતમાં નામદાર સર્વોચ્ચ અદાલતની અવગણના કરતું રાજકીય નિવેદન છે, એમ પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.

પ્રદીપસિંહજી જાડેજાએ લોકાયુક્તની નિમણૂંક બાબતે બંધારણની જોગવાઇઓ પ્રમાણે અને કાયદાની જોગવાઇઓ અનુસાર જે કાર્યવાહી કરવાની હતી તે રાજ્ય સરકારે કરીને જરૂરી પગલાં લીધાં છે તેની ભૂમિકાથી સૌ કોઇ વિદીત છે એનો નિર્દેશ કરી જણાવ્યું કે, ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અંગેના અદાલતી ચૂકાદામાં એકંદરે રાજ્યની વડી અદાલતના કુલ ત્રણ નામદાર ન્યાયાધીશો તેમજ સર્વોચ્ચ અદાલતની બે વિભિન્ન બેચના જેમાં ગુજરાતના લોકાયુક્ત અંગે બે નામદાર ન્યાયાધીશો અને કર્ણાટકમાં લોકાયુક્તની બેન્ચના બે નામદાર ન્યાયાધીશો મળી કુલ સાત નામદાર ન્યાયમૂર્તિશ્રીઓએ અલગ મતમતાંતર કાયદાની અને બંધારણીય જોગવાઇ વિશે ઉભા થયેલા છે.

આ સંદર્ભમાં ગુજરાત સરકારની રીવ્યુ પીટીશન ભવિષ્યમાં પણ કોઇ સંદિગ્ધતા રહે નહીં તે દિશામાં ન્યાયિક માર્ગદર્શક બની રહેવાની છે ત્યારે શ્રી શક્તિસિંહ ગોહિલ જેઓ પોતાને કાયદાવિદ્‌ માને છે તેમણે ન્યાયાધીન વિષય અંગે રાજકીય આક્ષેપબાજી કરીને પોતાનું અજ્ઞાન ખુલ્લું પાડ્યું છે.

English summary
BJP leader Pradipsinh Jadeja said Gohil's comments reflected the "Congress tradition of political falsehood".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X