રાહુલ-હાર્દિકની હોટલ મુલાકાત પાછળનું સત્ય શું છે?

Written By:
Subscribe to Oneindia News

સોમવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા, આ દરમિયાન તેઓ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ હાર્દિકે પહેલા જ જણાવી દીધું હતું કે, તે સોમવારે વ્યસ્ત હોવાથી રાહુલ ગાંધીને નહીં મળી શકે. ત્યાર બાદ સોમવારે સાંજે જે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા એ અનુસાર, અમદાવાદની જે હોટલમાં રાહુલ ગાંધી રોકાયા હતા, એ જ હોટલમાં એ જ સમયગાળા દરમિયાન હાર્દિક પટેલ પણ હાજર હતા. આ વાત મીડિયામાં પ્રસરતા મંગળવારે હાર્દિકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધીને મળશે તો ખુલીને બધાની સામે મળશે, આમ છુપાઇ નહીં.

hardik patel rahul gandhi

અન્ય એક CCTV ફૂટેજ

ત્યાર બાદ હવે સમાચાર ચેનલ એબીપી ન્યૂઝ ચેનલ દ્વારા અન્ય એક સીસીટીવી ફૂટેજને આધારે દાવો કરવામાં આવ્યો છે કે, તાજ ઉમ્મેદ હોટલના રૂમ નંબર 224માં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની મુલાકાત થઇ હતી અને આ મુલાકાત 40 મિનિટ કરતા લાંબી ચાલી હતી. સીસીટીવી ફૂટેજમાં પહેલા હાર્દિક પટેલ રૂમ નંબર 224માંથી બહાર નીકળતા જોવા મળે છે અને ત્યાર બાદ રાહુલ ગાંધી પણ એ જ રૂમમાંથી બહાર નીકળતા જોવા મળે છે. જો કે, ફૂટેજમાં ક્યાંય આ બંને સાથે જોવા મળતા નથી.

હાર્દિક પટેલનું નિવેદન

આ સમગ્ર મામલે હાર્દિકે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં હજારો લિટર દારૂ પણ ભાજપની નજર હેઠળ બોર્ડર પરથી આવે છે, ત્યારે આ સીસીટીવી ક્યાં જાય છે? આ સીસીટીવી ફૂટેજની વાત મીડિયામાં પ્રસર્યા બાદ પણ હાર્દિક પટેલ પોતાના મત પર અડગ છે અને તેમણે જણાવ્યું હતું કે, હું રાહુલ ગાંધીને નથી મળ્યો. મેં તમામ સીસીટીવી ફૂટેજ જોયા છે અને એમાં ક્યાંય પણ મારી રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ હોય એ વાત સ્પષ્ટ થતી નથી. ભાજપ એ જવાબ આપે કે આ ફૂટેજ લીક કઇ રીતે થયા? આ રીતે તો મારી પ્રાઇવસીનું હનન થયું છે. ગુજરાતમાં બોર્ડર પરથી હજારો લિટર દારૂ આવે છે ત્યારે આ સીસીટીવી ફૂટેજ ક્યાં જાય છે?

English summary
Did Rahul Gandhi and Hardik Patel in Taaj Hotel of Ahmedabd on Monday? CCTV footage says so! What Hardik Patel has to say about it?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.