For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના: આજે ગુજરાતમાં તુટ્યો રેકોર્ડ, એક દિવસમાં નોંધાયા 875 મામલા, 441 દર્દીઓ થયા ઠીક

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વાર

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 875 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 40,155 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.

Corona

છેલ્લા 24 કલાકમાં 441 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 28,183 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2024‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ 875 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ, મંગળવારે 778 કેસ, બુધવારે 783 કેસ અને ગુરૂવારે પ્રથમ વખતા 861 કેસ નોંધાયા હતા ત્યારે આજે પ્રથમ વખત 875 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ છેલ્લા 1 અઠવાડિયાથી ડાયમંડ નગરી સુરતની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉછોળો નોંધાઇ રહ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 3673 છે તો સુરતમાં 2490 છે. આમ બંન્ને શહેરોના એક્ટિવ કેસ વચ્ચે વધારે અંતર જોવા મળી રહ્યું નથી. તો સમગ્ર રાજ્યમાં હવે માત્ર 9948 જ એક્ટિવ કેસ રહ્યા છે.

English summary
Corona: Record broken in Gujarat today, 875 cases reported in one day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X