For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ કોરોનાથી 10મુ મોત, 10 નવા પૉઝિટીવ કેસ, દર્દીઓની સંખ્યા 100ને પાર

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અહીં આનાથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અહીં આનાથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં 10મુ અને દેશમાં 68મુ મોત શનિવારે નોંધવામાં આવ્યુ. જ્યારે અત્યાર સુધી અહીં 10 નવા પૉઝિટીવ કેસ પણ સામે આવ્યા છે. જેનાથી કુલ કેસની સંખ્યા 105 સુધી પહોંચી ગઈ છે. જ્યારે બીજા નંબરે ગાંધીનગર છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 13 કેસ સામે આવી ચૂક્યા છે. જો કે આ શહેરમાં કોઈ મોત થયુ નથી.

અત્યાર સુધી 14 દર્દી સ્વસ્થ થયા

અત્યાર સુધી 14 દર્દી સ્વસ્થ થયા

ગુજરાતના આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાથી પીડિત 14 દર્દીઓને સાજા કરવામાં આવી ચૂક્યા છે. રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત જે પહેલા દર્દીને સાજો કરવામાં આવ્યો તે રાજકોટના જંગલેશ્વરમાં રહે છે. તે ગઈ 17 માર્ચે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. સંપૂર્ણપણે ઠીક થયા બાદ તેણે કહ્યુ કે શહેરના લોકોની પૉઝિટીવિટીના કારણે જ હવે અહીંના બધા કોરોના દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે. અમારી શહેર પોલિસ, મેડીકલ સ્ટાફ, સામાજિક અને અને સેવાબાવી સંસ્થાઓ સંપૂર્ણપણે મુસ્તદી સાથે પોતાની ફરજ નિભાવી રહી છે. ડૉક્ટરોએ કહ્યુ કે અમે તેને ત્યારે જ ઘરે જવા દીધો જ્યારે તેના બધા રિપોર્ટ નેગેટીવ આવ્યા.

રાજ્યમાં કુલ કોરોના પૉઝિટીવ કેસ 105 થયા

રાજ્યમાં કુલ કોરોના પૉઝિટીવ કેસ 105 થયા

આરોગ્ય વિભાગના પ્રમુખ સચિવ જયંતિ રવિએ જણાવ્યુ કે ગુજરાતમાં અત્યાર સુધી લગભગ 1800 લોકોના આરોગ્ય પરીક્ષણ થઈ ચૂક્યા છે. જેમાંથી મોટાભાગે નેગેટીવ આવ્યા. જો કે પૉઝિટીવ દર્દીઓ સંખ્યા પણ 100ને પાર થઈ ચૂકી છે. અમુક સેમ્પલ રિપોર્ટ આવવાના બાકી છે કારણકે તે ટેસ્ટ પેન્ડીંગ છે. તમને જણાવી દઈએ કે ગઈ 31 માર્ચે રાજકોટમાં 16 અને એક એપ્રિલે 12 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જો કે શુક્રવારે સવારે કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમિત વધુ એક વ્યક્તિનુ મોત થઈ ગયુ. હવે આ આંકડો 10 સુધી પહોંચી ગયો છે.

ક્વૉરંટાઈન થયેલા લોકો માટે સરકારની હેલ્પલાઈન

ક્વૉરંટાઈન થયેલા લોકો માટે સરકારની હેલ્પલાઈન

સંકટની ઘડીમાં જે લોકોને આઈસોલેશન કે પછી ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે તેમની મદદ માટે સરકાર દ્વારા 1100 નંબરની હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ નંબર પર કૉલ કરીને દર્દી પોતાની સમસ્યાઓથી અવગત કરાવી શકે છે. આ હેલ્પલાઈન અમદાવાદ શહેરના કઠવાડા રોડ સ્થિત એમ્બ્યુલન્સ-108ના કાર્યાલયમાં કાર્યાન્વિત કરવામાં આવી છે. આ હેલ્પલાઈન પર 4 શિફ્ટમાં 16 કર્મચારી રહેશે, જે લોકોના માર્ગદર્શન તેમજ ઉપચાર કરશે.

આઈસોલેશન વૉર્ડોમાં ટીવીની વ્યવસ્થા કરાવી

આઈસોલેશન વૉર્ડોમાં ટીવીની વ્યવસ્થા કરાવી

રાજ્ય સરકારે આઈસોલેશન વૉર્ડોમાં ટીવીની વ્યવસ્થા કરવા પણ કહ્યુ છે જેથી લોકોને એકલવાયુ ન લાગે અને છોડીને ના ભાગે. જે લોકો લૉકડાઉન કે ક્વૉરંટાઈનનુ પાલન નહિ કરે તેમના પર પોલિસ કાર્યવાહી કરવાનો સીધો આદેશ છે. એવામાં લૉકડાઉનનુ કડકાઈથી પાલન કરાવવા માટે પોલિસ આવા રોજ સેંકડો લોકોને પકડી રહી છે. શહેરોમાં ઘણા વિસ્તારોમાં આરએએફ પણ તૈનાત કરવામાં આવી છે.

કોવિડ-19થી ખૂબ જ પ્રભાવિત વિસ્તારોમાં અમદાવાદ

કોવિડ-19થી ખૂબ જ પ્રભાવિત વિસ્તારોમાં અમદાવાદ

આરોગ્ય વિભાગ તરફથી માહિતી આપવામાં આવી છે કે અમદાવાદ શહેરને દેશમાં કોવિડ-19થી ખૂબ જ પ્રભાવિત વિસ્તારોમાંથી એક ઘોષિત કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં સૌથી વધુ દર્દી અહીં જોવા મળ્યા છે અન મોત પણ અહીં વધુ થઈ રહી છે.

આ પણ વાંચોઃ હારશે કોરોના! ભારતમાં બની રહી છે કોવિડ-19ની વેક્સીન, નાકથી નાખશે શરીરની અંદરઆ પણ વાંચોઃ હારશે કોરોના! ભારતમાં બની રહી છે કોવિડ-19ની વેક્સીન, નાકથી નાખશે શરીરની અંદર

English summary
coronavirus gujarat update: 10th deaths reported, total positive patients cases reached 105
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X