For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ફરી મજૂરોની બબાલ, પોલીસ પર પણ પથ્થરમારો કર્યો

ગુજરાતમાં ફરી મજૂરોની બબાલ, પોલીસ પર પણ પથ્થરમારો કર્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ લૉકાઉનને પગલે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોનો ગુસ્સો ભડકવા લાગ્યો છે. સોમવારે ત્રણ રાજ્યોમાંથી એવી તસવીરો સામે આવી જે જોઈ તમે પણ દંગ રહી જશો. ગુજરાતમાં સતત પાંચમી વાર પ્રવાસી મજૂરોએ બબાલ મચાવ્યો. અમદાવાદમાં હજારોની સંખ્યામાં પગપાળા ઘરે જવા નીકળેલા મજૂરોને પોલીસે રોક્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હજારોની ભીડ શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટે રજિસ્ટ્રેશન કરાવવા ભેગા થઈ ગયા હતા. હરિયાણાના સોનીપતમાં પણ બે હજારથી વધુ મજૂરો બસ પકડવા માટે બસ સ્ટેન્ડે એકઠા થઈ ગયા હતા.

સુરત અને રાજકોટમાં પણ બબાલ થઈ ચૂકી છે

સુરત અને રાજકોટમાં પણ બબાલ થઈ ચૂકી છે

ગુજરાતમાં અગાઉ પણ ચાર વખત પ્રવાસી મજૂરો બબાલ મચાવી ચૂક્યા છે. મજૂરોએ સુરતમાં બે વાર તોડફોડ કરી હતી. બધા ઘરે જવાની માંગ કરી રહ્યા હતા. રાજકોટમાં રવિવારે શાપર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં પ્રવાસી મજૂરોએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. બિહાર-યૂપી જનાર ટ્રેનનો સમય બદલાતા પ્રવાસી મજૂરોએ બબાલ મચાવ્યો હતો.

પત્રકાર પર હુમલો

પત્રકાર પર હુમલો

કાલે રવિવારે રાજકોટના શાપર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં મજૂરો તોડફોડ કરી રહ્યા હતા ત્યારે ત્યાં કવરેજ કરવા ગયેલ એબીપી અસ્મીતાના પત્રકાર હાર્દિક જોશી પર પણ પ્રવાસી મજૂરોએ હુમલો કરી દીધો હતો. સદનસીબે હાર્દિકનો તો બચી ગયો પણ તેને માથામાં ચાર ટાકા આવ્યા છે. પોલીસે આ મામલે 29 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

યૂપીના કેટલાય જિલ્લામાં ટ્રેન ચલાવવામાં આવશે

યૂપીના કેટલાય જિલ્લામાં ટ્રેન ચલાવવામાં આવશે

ગાઝિયાબાદના રામલીલા મેદાનમાં મજૂરો માટે યૂપી સરાકરે સ્પેશિયલ કેમ્પ લગાવ્યો છે. અહીં શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટે મજૂરોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. યૂપી સરકાર આ મજૂરોને પ્રદેશના વિવિધ જિલ્લામાં મોકલવા માટે ટ્રેન ચલાવશે.

રાજકોટઃ મજૂરોએ હુમલો કરતા પત્રકાર લોહીલૂહાણ, 29 આરોપીની ધરપકડરાજકોટઃ મજૂરોએ હુમલો કરતા પત્રકાર લોહીલૂહાણ, 29 આરોપીની ધરપકડ

English summary
migrant workers and police clash in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X