For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ અમદાવાદ-સુરત બંને શહેરોમાં હવે કોરોનાના 40-40 હજારથી વધુ કેસ

અમદાવાદ અને સુરત બંને શહેરોમાં અત્યાર સુધી કોરોનાના 40-40 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો કુલ આંકડો 1,98,899 પહોંચી ગયો છે. 24 કલાકમાં અહીં 1,487 નવા દર્દી મળ્યા. આ સંખ્યા દિવાળીના તહેવાર બાદ વધી છે. વળી, અહીં સૌથી મોટા શહેર અમદાવાદમાં સંક્રમિતો વધાનો સિલસિલો અટકી જ નથી રહ્યો. અમદાવાદ અને સુરત બંને શહેરોમાં અત્યાર સુધી કોરોનાના 40-40 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સક્રિય દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આંકડો 3,340 છે. વળી, સુરતમાં 1,524 સક્રિય દર્દી છે.

ગુજરાતના કયા જિલ્લામાં કેટલા કેસ?

ગુજરાતના કયા જિલ્લામાં કેટલા કેસ?

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 47,653 થઈ ગયા છે. વળી, સુરતમાં આ સંખ્યા 41,673 થઈ ગઈ છે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં ક્રમશઃ 18,865 અને 15,447 દર્દી છે. આ ચારે શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખથી વધુ છે. ભાવનગર તેમજ મહેસાણામાં પાંચ હજારથી વધુ કેસ છે. 3થી ચાર હજા વચ્ચે સંક્રમિતોના કેસ બનાસકાંઠા, પાટણ, ભરૂચ, પંચમહાલ, અમરેલી તેમજ કચ્છ જિલ્લામાં છે. સુરેન્દ્રનગર, મોરબી, દાહોદ, સાબરકાંઠા, ગિર સોમનાથ જિલ્લામાં 2-3 હજાર વચ્ચે સંક્રમણના કેસ છે.

ડાંગમાં કોરોનાથી હજુ સુધી કોઈ મૃત્યુ નહિ

ડાંગમાં કોરોનાથી હજુ સુધી કોઈ મૃત્યુ નહિ

કોરોના વિશે અન્ય જિલ્લાની વાત કરીએ તો વલસાડ, નવસારી, મહિસાગર, નર્મદા, આણંદ તેમજ ખેડા જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 1થી 2 હજાર વચ્ચે છે. એક હજારથી ઓછા કેસમાં રાજ્યના 7 જિલ્લા છે. જેમાં અરવલ્લી, તાપી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદયપુર અને પોરબંદર જિલ્લા છે. ડાંગમાં ગયા મહિનામાં અત્યાર સુધી માત્ર 123 સંક્રમિત દર્દી જોવા મળ્યા છે. રાહતની વાત એ પણ છે કે આ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી એક પણ મોત થયુ નથી. ગુજરાતમાં કોરોનાનો પહેલો દર્દી 19 માર્ચે રાજકોટ અને પછી એ જ દિવસે સુરતમાં જોવા મળ્યો હતો.

રાજ્યભરમાં અત્યાર સુધી કોરોનાથી 3,876 મોત

રાજ્યભરમાં અત્યાર સુધી કોરોનાથી 3,876 મોત

ગુજરાતમાં કોરોનાના કારણે અત્યાર સુધી 1,952 લોકોના મોત થયા છે. આમાં સૌથી વધુ 1981 કોરોના દર્દીના મોત અમદાવાદ શહેરમાં થયા છે. વળી, અહીં સંક્રમણના નવા કેસ વધતા જોઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ લગાવી દીધો છે. એક પ્રશાસનિક અધિકારીએ જણાવ્યુ કે અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી તેમજ આગામી સૂચના ન મળે ત્યાં સુધી રોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. તમને જણાવી દઈએ કે દિવાળી બાદ અહીં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.

Cyclone Nivar: તમિલનાડુ-પુડુચેરીમાં રેડ એલર્ટ, બસ સેવાઓ રદCyclone Nivar: તમિલનાડુ-પુડુચેરીમાં રેડ એલર્ટ, બસ સેવાઓ રદ

English summary
Coronavirus positive confirmed case reached 1,98,899 in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X