For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: 114 દિવસ બાદ અમદાવાદમાં ઝીરો મોત

અમદાવાદ સહિત ગુજરાતમા કોરોનાની બીજી લહેર પર ધીરે ધીરે લગામ લાગી રહી છે. રાજ્યભરમાં કોહરામ મચાવી દેનારી કોરોનાની બીજી લહેર બાદ હવે કોરોના લગભગ કાબુમાં આવી ગયો છે. અમદાવાદ શહેરના આંકડાઓ જોતા આ વાતની પુષ્ટી થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ સહિત ગુજરાતમા કોરોનાની બીજી લહેર પર ધીરે ધીરે લગામ લાગી રહી છે. રાજ્યભરમાં કોહરામ મચાવી દેનારી કોરોનાની બીજી લહેર બાદ હવે કોરોના લગભગ કાબુમાં આવી ગયો છે. અમદાવાદ શહેરના આંકડાઓ જોતા આ વાતની પુષ્ટી થઈ રહી છે. મહિનાઓ બાદ અમદાવાદમાં હવે ધીરે ધીરે સ્થિતી સુધરી રહી છે.

ahmedabad corporation

અમદાવાદ શહેરમાં 114 દિવસ બાદ કોરોનાના કારણે એક પણ મોત નોંધાયુ નથી. અમદાવાદના કોરોનાના સોમવારના આંકડાઓમાં 114 દિવસ બાદ એવુ બન્યુ કે એક પણ મૃત્યુ નોંધાયુ નથી. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર માટે આ એક સારા સમાચાર છે.

અમદાવાદ શહેરમાં 15, 18 અને 25 એપ્રિલના રોજ સત્તાવાર રીતે સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક 27 પર પહોંચ્યો હતો. શહેરમાં એપ્રિલ 15 થી મે 15 દરમિયાન કુલ 671 અને દરરોજ સરેરાશ 22 મૃત્યુ નોધાયા હતા. અમદાવાદ જિલ્લામાં હાલમાં સક્રિય કેસ પણ ઘટીને 884 થઈ ગયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ આંકડો 2 હજાર નીચે 1969 પર પહોંચ્યો છે. જે 132 દિવસ બાદ સૌથી ઓછો છે. રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યમાં કુલ કેસના માત્ર 1.5% સક્રિય કેસ છે.

કોરોના વાયરસ સતત મ્યૂટન્ટ થઈ રહ્યો છે અને કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે ત્યારે રાજ્ય સરકાર માટે હાલ તો આ એક સારા સમાચાર આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના મામલા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 65 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. 289 લોકો સાજા થઈને પરત ફર્યા છે.

English summary
Not a single death was reported in Ahmedabad city after 114 days due to corona. In Ahmedabad's Corona Monday figures, 114 days later, not a single death was reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X