ગુજરાતમાં 1 દિવસમાં માત્ર 62 કોરોના દર્દી મળ્યા, 16 જિલ્લાઓમાં એક પણ કેસ નહિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં કોરોના મહામારી હવે નિયંત્રણમાં છે. જાણો લેટેસ્ટ આંકડા.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં કોરોના મહામારી હવે નિયંત્રણમાં છે. રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ રોજ જે આંકડા જાહેર કરી રહ્યો છે તે મુજબ કોરોના સંક્રમણ માત્ર અમુક જ વિસ્તારો સુધી સીમિત થઈ ગયુ છે. હવે એક દિવસમાં 100થી પણ ઓછા કોરોના દર્દી મળી રહ્યા છે. વળી, સક્રિય દર્દી પણ ઘટીને 2,333 રહી ગયા છે. ગઈ કાલની વાત કરવામાં આવે તો રાજ્યભરમાં માત્ર 62 નવા દર્દી મળ્યા. આ ઉપરાંત 2 દર્દીઓએ દમ તોડ્યો. આરોગ્ય વિભાગનો દાવો છે કે ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 823895 કેસ જ નોંધાયા છે. વળી, 10071 લોકોના જીવ ગયા છે. આનાથી ઉલટુ વિપક્ષી દળ કોંગ્રેસ દાવો કરે છે કે રાજ્યમાં કોરોનાથી 2 લાખથી વધુ લોકોના જીવ ગયા છે.

હોસ્પિટલોમાંથી મળેલ ડેટા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મોતના આંકડામાં પણ મોટો તફાવત છે. હાલમાં એક મોટી વાત એ સામે આવી રહી છે કે છેલ્લા 24 કલાક દરમિયાન 16 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો દર્દી નોંધવામાં આવ્યો નતી. અહીં જે 16 જિલ્લામાં એક પણ નવો દર્દી સામે નથી આવ્યો તેમાં તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, પાટણ, નર્મદા, મોરબી, મહેસાણા, મહિસાગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, આણંદ અને અરવલ્લી જિલ્લા શામેલ છે.
રાજ્યમાં મળેલા 62 નવા કોરોના દર્દીઓમાંથી સૌથી વધુ 15 અમદાવાદ જિલ્લાના છે. આ ઉપરાંત સુરત જિલ્લામાંથી 11 દર્દી, વડોદરામાંથી 8, ભાવનગરમાંથી 5 અને ગાંધીનગર અને રાજકોટમાંથી 3-3 દર્દી સામે આવ્યા છે. સોમવારે અમદાવાદ અને સુરતમાં એક-એક દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો. આરોગ્ય વિભાગ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ કે રાજ્યભરમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા હવે 2333 રહી ગઈ છે. જેમાંથી 9ની સ્થિતિ ગંભીર છે અને તેમને વેંટીલેટર પર ઈલાજ આપવામાં આવી રહ્યો છે જ્યારે 2324ની સ્થિતિ સ્થિર છે. એક દિવસમાં કોરોનાને મ્હાતક આપીને રિકવર થનાર લોકોની વાત કરીએ તો સોમવારે રાજ્યભરમાં 194 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોરોનાને મ્હાત આપનારની સંખ્યા 811491 થઈ ગઈ છે. આ સાથે જ રિકવરી રેટ પણ વધીને 98.49 પર્સન્ટ થઈ ગયો છે.












Click it and Unblock the Notifications
