For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરિયામાં જ ક્વૉરંટાઈનઃ 2000 લોકોની ગુજરાતથી 5 કિમી દૂર વ્યવસ્થા કરાઈ

ગુજરાતના દ્વારકા જિલ્લા પાસે દરિયામાં જ 2 હજાર લોકોને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના દ્વારકા જિલ્લા પાસે દરિયામાં જ 2 હજાર લોકોને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. એ લોકો દેશ-વિદેશથી 200 જહાજો દ્વારા ગુજરાત આવી રહ્યા હતા. તેમાં કોરોના વાયરસના સંક્રમણની સંભાવનાને જોતા તેમને રાજ્યથી લગભગ 5 કિમીદૂર અરબ સાગરમાં જ રોકવામાં આવ્યા છે. તેમને ક્વૉરંટાઈન કરવાની વ્યવસ્થા જિલ્લા પ્રશાસન તરફથી કરવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે સમુદ્રમાં જ આ લોકોને જહાજની અંદર આગામી 14 દિવસ સુધી રાખવામાં આવી શકે છે. વળી, તેમની તપાસ થશે અને ઉપચારની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

14 દિવસ સુધી રાખવામાં આવી શકે છે જહાજોમાં જ

14 દિવસ સુધી રાખવામાં આવી શકે છે જહાજોમાં જ

સલાયા વહાણવટા એસોસિએશન તેમજ માછીમારોના પ્રતિનિધિ તથા સલાયા નગરપાલિકાના અધિકારીઓએ આ વિશે કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. એ દરમિયાન 200 જહાજોથી પાછા આવનાર બે હજાર લોકો વિશે ચર્ચા કરવામાં આવી. જિલ્લા પ્રશાસન તરફથી તેમને 14 દિવસ જહાજમાં રાખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

ભોજન, દવાઓની વ્યવસ્થા દ્વારકા પ્રશાસન કરી રહ્યુ

ભોજન, દવાઓની વ્યવસ્થા દ્વારકા પ્રશાસન કરી રહ્યુ

જિલ્લા પ્રશાસન તરફથી નક્કી કરવામાં આવ્યુ કે આ લોકોને સલાયાથી લગભગ 5 કિલોમીટર દૂર સમુદ્રમાં જ રાખવામાં આવશે. ત્યાં જ તેમના ભોજન-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અહીં જરૂરી વસ્તુઓ નૌકા દ્વારા પહોંચાડવામાં આવશે.

નિર્ણય પર પ્રશાસનની થઈ રહી છે પ્રશંસા

નિર્ણય પર પ્રશાસનની થઈ રહી છે પ્રશંસા

દેવભૂમિ દ્વારકા જિલ્લા અંતર્ગત આવતા આ વિસ્તારમાં જે થયુ છે તેના નિર્ણય પર પ્રશાસનની પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે સરકારે આ લોકોને ત્યાં રોકીને તેમની વ્યવસ્થા કરીને સારુ પગલુ લીધુ છે. રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ બહારથી આવતા લોકોના કારણે ફેલાઈ રહ્યુ છે. કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 40ને પાર થઈ ગઈ છે. 2 લોકો મરી પણ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Fact Check: અમિતાભ બચ્ચનો દાવો, માખીથી પણ ફેલાય છે કોરોના, જાણો કેટલુ સત્ય?આ પણ વાંચોઃ Fact Check: અમિતાભ બચ્ચનો દાવો, માખીથી પણ ફેલાય છે કોરોના, જાણો કેટલુ સત્ય?

English summary
COVID-19: Two thousand people quarantined in the arabian sea near dwarka district gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X